મહારાષ્ટ્રમાં એક મહિના સુધી ચાલેલી રાજકીય નાટક વચ્ચે, આખરે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર બનાવવામાં આવી છે. ત્રણેય પાર્ટીઓનાં ગઠબંધનનાં નેતા તરીકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુંબઈનાં શિવાજી સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરે તેમજ ત્રણ પક્ષનાં 2-2 ધારાસભ્યોએ પણ મંત્રી પદનાં શપથ લીધા હતા. જો કે, ડેપ્યૂટી સીએમ પદ પર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર તંજ કસતુ ટ્વીટ કર્યું છે.
महाराष्ट्र में विरोधी पक्ष ही नहीं रहेगा, यह दावा करने वाले पूर्व मुख्यमंत्री देवेंद्र फडणवीस को विरोधी दल नेता चुने जाने पर हार्दिक बधाई…!
— Sanjay Raut (@rautsanjay61) November 28, 2019
સંજય રાઉતે ટ્વિટ કર્યું છે કે, “મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષ જ નહી રહે, આ દાવો કરનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધ પક્ષનાં નેતા પસંદ કરવા પર હાર્દિક શુભકામનાઓ…!” એક અન્ય ટ્વિટમાં સંજય રાઉતે કહ્યું કે, અમે ચેસમાં કંઈક અદ્ભુત કમાલ કરીએ છીએ, કે ચાલતા જ રાજાને માત આપીએ છીએ.. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયા બાદથી સંજય રાઉત સતત ભાજપ પર ટ્વીટ કરી રહ્યા છે. ઘણા પ્રસંગોએ સંજય રાઉતે ભાજપ અને પીએમ મોદી પર પણ શાયરીની શૈલીમાં પ્રહાર કર્યા હતા.
हम शतरंज में कुछ ऐसा कमाल करते हैं
कि बस पैदल ही राजा को मात करते हैं— Sanjay Raut (@rautsanjay61) November 29, 2019
ઉલ્લેખનીય છે કે માત્ર ચાર દિવસ સરકાર ચલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટનાં આદેશનાં થોડા કલાકો પછી, દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. રાજીનામું આપ્યા બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર સાથે હાથ મિલાવવો તેમની ભૂલ હતી? આ સવાલનાં જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ચિંતા કરશો નહીં, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું સાચી વાત કહીશ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
