ગુજરાત રાજય ભલે વિકસિત રાજ્ય કહેવાતું હોય પરનું મહિલા સંદર્ભના ગુના આજે પણ રાજ્યમાં બનતા રહે છે. અને ત્યારે મહિલાઓની મદદે આવે છે મહિલા આયોગ. આવોજ એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા બહેન અંકોલીયા અને કાયદા અધિકારી ભારતીબેન ગઢવી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
જેમાં નવ માસની સગર્ભા મહિલાને પોતાની સાસરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. અને રેહવા માટે કોઈ આશરો નાં હતો. ત્યારે મહિલા આયોગ દ્વારા તેમના સાસુ અને પતિ સાથે ૪ થી ૫ વાર કાઉન્સેલિંગ કરી સમજાવી ને પુન: સાસરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
