Recall/ મહિન્દ્રાના વાહનમાં આ મોટી ખામી સર્જાઈ, લગભગ 30 હજાર વાહનો પાછા બોલાવાશે

“પરીક્ષણ બાદ તમામ ગ્રાહકો માટે નિ:શુલ્ક ફ્યુઅલ પાઈપ ચેન્જ કરી આપવામાં આવશે.  જે કંપની દ્વારા વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવશે.

Tech & Auto
મહિન્દ્રા મહિન્દ્રાના વાહનમાં આ મોટી ખામી સર્જાઈ, લગભગ 30 હજાર વાહનો પાછા બોલાવાશે

દેશની અગ્રણી ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ મંગળવારે કહ્યું હતું કે તે નબળી એસેમ્બલીની શંકા વચ્ચે ખામીયુક્ત ફ્યુઅલ પાઈપોને બદલવા માટે તેના પીકઅપ વાહનોના 29,878 યુનિટ પાછા ખેંચાવી રહી છે. દેશની અગ્રણી ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મંગળવારે કહ્યું હતું કે તે નબળી એસેમ્બલીની શંકા વચ્ચે ખામીયુક્ત ફ્યુઅલ પાઈપોને બદલવા માટે તેના પીકઅપ વાહનોના 29,878 યુનિટ પાછા બોલાવી રહી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીએ અયોગ્ય એસેમ્બલીની શંકા માટે જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે ઉત્પાદિત કેટલાક પીકઅપ વાહનોમાં ફ્યુઅલ પાઇપની તપાસ અને બદલીની જાહેરાત કરી છે. રિકોલ 29,878 વાહનોની બેચ સુધી મર્યાદિત છે અને કંપનીના ગ્રાહક-કેન્દ્રિત અભિગમને અનુરૂપ છે.

ઓટો મેજરે જણાવ્યું હતું કે, “પરીક્ષણ બાદ તમામ ગ્રાહકો માટે નિ:શુલ્ક ફ્યુઅલ પાઈપ ચેન્જ કરી આપવામાં આવશે.  જે કંપની દ્વારા વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવશે.  ગ્રાહકો માટે મુશ્કેલી-મુક્ત અનુભવ સુનિશ્ચિત કરવાના પ્રયાસમાં, કંપની આ કરી રહી છે.

કંપનીની કાર્યવાહી વાહન રિકોલ પર સ્વૈચ્છિક કોડનું પણ પાલન કરે છે.

ગયા મહિને, કંપનીએ તેના નાસિક કારખાનામાં બનેલા કેટલાક વાહનોમાં ડીઝલ એન્જીનના સક્રિય નિરીક્ષણ અને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી. કોઈ એક બેચમાં ફેક્ટરીમાં દૂષિત બળતણના કારણે એન્જિનના ભાગો અકાળે ખરાબ થવાની શંકા આ પગલું ભરવામાં આવ્યું હતું.

કંપનીની રિકોલ 21 જૂન અને 2 જુલાઈ, 2021 ની વચ્ચે ઉત્પાદિત 600 થી ઓછા વાહનોની મર્યાદિત બેચ માટે હતી અને તે કંપનીના ગ્રાહક કેન્દ્રિત અભિગમને અનુરૂપ હતી.

ફેબ્રુઆરીમાં, ઓટોમેકરે તેની થાર એસયુવીના ડીઝલ એન્જિન વેરિઅન્ટના 1,577 યુનિટ પાછા બોલાવ્યા. તે સમયે, કંપનીએ એન્જિનના ભાગમાં ખામીયુક્ત કેમશાફ્ટને બદલવા માટે આ વાહનોને પાછા બોલાવ્યા હતા.

WhatsApp / યુઝર્સ માટે નવી મુશ્કેલી ! હવે જૂની ચેટ્સ થઈ રહી છે ડિલીટ, જાણો શું છે સમગ્ર મામલો
XUV700 SUV ભેટ / ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને XUV700 SUVની ભેટ, આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત 
ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 
WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે