Mahisagar News/ મહીસાગર નલ સે જલ કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો: તત્કાલીન WASMO યુનિટ મેનેજર એ.જી. રાજપુરાની હિંમતનગરથી ધરપકડ, 55 આરોપી જેલમાં

મહીસાગર નલ સે જલ કૌભાંડ (MahiSagar Nal Se Jal Scamv)માં વડોદરા CID ક્રાઇમને મોટી સફળતા મળી. તત્કાલીન WASMO યુનિટ મેનેજર એ.જી. રાજપુરાની હિંમતનગરના કનઈથી ધરપકડ. કેસમાં અત્યાર સુધી 55 આરોપી ઝડપાયા.

Top Stories Gujarat Others Breaking News
MahiSagar Nal Se Jal Scam: મુખ્ય આરોપી એ.જી. રાજપુરા હિંમતનગરથી ઝડપાયો, કૌભાંડમાં અત્યાર સુધી 55 ધરપકડ

Mahisagar News: જિલ્લામાં સામે આવેલા કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડ (Mahisagar Nal Se Jal Scam)ની તપાસમાં વડોદરા CID ક્રાઇમને મોટી સફળતા મળી છે. તપાસ ટીમે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા તત્કાલીન WASMO યુનિટ મેનેજર એ.જી. રાજપુરાની ધરપકડ કરી છે. બાતમીના આધારે કાર્યવાહી કરીને રાજપુરાને હિંમતનગરના કનઈ ગામ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડ સાથે આ હાઈપ્રોફાઈલ કૌભાંડમાં CID ક્રાઇમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 55 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Mahisagar Nal Se Jal Scam: નલ સે જલ યોજનામાં કરોડોના કૌભાંડનો આક્ષેપ

મહીસાગર જિલ્લામાં સરકારની નલ સે જલ યોજનાના અમલીકરણ દરમિયાન મોટા પાયે ગેરરીતિ અને કરોડો રૂપિયાના કથિત કૌભાંડ (Mahisagar Nal Se Jal Scam)ની વિગતો સામે આવી હતી. મામલો સામે આવ્યા બાદ વડોદરા CID ક્રાઇમ દ્વારા તત્કાલીન WASMO યુનિટ મેનેજર સહિત અન્ય સંકળાયેલા લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ આગળ વધતાં કેસમાં એક પછી એક નવા નામો સામે આવ્યા હતા. CID ક્રાઇમની તપાસમાં વિવિધ કોન્ટ્રાક્ટરો, ગ્રામ પંચાયતના સરપંચો અને સરકારી કર્મચારીઓની કથિત સંડોવણી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

મુખ્ય આરોપી એ.જી. રાજપુરા હિંમતનગરથી ઝડપાયો

કેસની તપાસ દરમિયાન એ.જી. રાજપુરાની સંડોવણી સામે આવ્યા બાદ CID ક્રાઇમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તપાસ ટીમને મળેલી બાતમીના આધારે હિંમતનગરના કનઈ ગામ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તત્કાલીન WASMO યુનિટ મેનેજર એ.જી. રાજપુરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી ગણાતા રાજપુરાની ધરપકડ બાદ તપાસમાં કૌભાંડ (Mahisagar Nal Se Jal Scam) સાથે જોડાયેલી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. ખાસ કરીને કથિત નાણાકીય વ્યવહારો, કોન્ટ્રાક્ટરો સાથેના સંબંધો અને યોજનાના અમલીકરણમાં થયેલી ગેરરીતિ અંગે તપાસ વધુ આગળ વધી શકે છે.

અત્યાર સુધીમાં 55 આરોપીઓની ધરપકડ

નલ સે જલ કૌભાંડ (Mahisagar Nal Se Jal Scam)ની તપાસમાં CID ક્રાઇમ દ્વારા અગાઉથી અનેક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં કોન્ટ્રાક્ટરો, સરપંચો અને સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. હવે મુખ્ય આરોપી એ.જી. રાજપુરાની ધરપકડ થતાં કેસમાં ધરપકડનો કુલ આંકડો 55 પર પહોંચ્યો છે.

CID ક્રાઇમની તપાસ હજુ ચાલુ

મુખ્ય આરોપીની ધરપકડ બાદ CID ક્રાઇમ દ્વારા સમગ્ર કૌભાંડના નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ અને નાણાંની લેવડદેવડ કઈ રીતે થઈ હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. CID ક્રાઇમની આગળની તપાસમાં કૌભાંડ (Mahisagar Nal Se Jal Scam) સાથે સંકળાયેલા અન્ય શંકાસ્પદ લોકોની ભૂમિકા અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો: મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ એક ધરપકડ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર દશરથ પરમાર ઝડપાયા; આરોપીઓ 53

આ પણ વાંચો: મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં વધુ બેની ધરપકડ

આ પણ વાંચો: પંચમહાલના બોરિયા ગામમાં ‘નલ સે જલ’ યોજનામાં કરોડોનું કૌભાંડ? ₹2.13 કરોડ ખર્ચાયા છતાં એક ટીપું પાણી નહીં