Women's Reservation Bill/ બીજેપીને જ નથી ખબર બિલ ક્યારે લાગુ થશેઃ મહુઆ મોઈત્રા

2024 ભુલી જાઓ, 2029માં પણ બિલ લાગુ થશે તે પણ ખબર નથી

Top Stories India
mahua moitra speaks in lok sabha on womens reservation bill બીજેપીને જ નથી ખબર બિલ ક્યારે લાગુ થશેઃ મહુઆ મોઈત્રા

નવી દિલ્હીઃ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રના ત્રીજા દિવસે લોકસભામાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર ચાર્ચા ચાલી રહી છે. આજે સવારે 11:00થી સાંજે 6:00 વાગ્યા સુધી લોકસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા.

લોકસભામાં મહિલા અનામત બિલ પર તૃણમુલ કોંગ્રેસના સાંસદે પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે કૈફી આઝમીની એક કવિતાની પંક્તિથી પોતાની વાત રજુ કરી હતી. મહુઆએ કહ્યું કે ‘उठ मेरी जान.. मेरे साथ ही चलना है तुझे, जन्‍नत एक और है जो मर्द के पहलू में नहीं, उसके आजाद रविश पर भी मचलना है तुझे, छलकना है उबलना है तुझे.. उठ मेरी जान मेरे साथ चलना है तुझे…।’

મહુઆ મોઇત્રાએ લોકસભામાં કહ્યું,‘ગઇ કાલે સંસદના આ મંદિરમાં નવી શરૂઆત થઇ, વડાપ્રધાને એવું પ્રતિત કરાવ્યું કે દેશ માટે તેમણે મોટા કામ કર્યા છે, તેમાંથી એક બિલ આ પણ હતું. પરંતુ આ બિલ શું કહે છે? સિમાંકન બાદ મહિલા અનામત લાગુ થશે, બીજેપી કહી રહી છે કે અમને નથી ખબર કે અનામત ક્યારે લાગુ થશે.

2024 ભુલી જાઓ, 2029માં પણ બિલ લાગુ થશે તે પણ ખબર નથી. લોકો અમને સવાલ કરી રહ્યાં છે કે તૃણમૂલ કોંગ્રેસ આ બિલનું સમર્થન કરશે કે નહીં. મમતા બેનર્જી આ બિલની જનક છે, તેમણે આ સિદ્ધાંત ઘણા સમય પહેલાથી જ લાગુ કરી દીધો હતો.

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ મમતા બેનર્જીને ‘મધર ઓફ બિલ’ ગણાવ્યા. મહુાએ કહ્યું, મમતા બેનર્જી પહેલાથી જ લોકસભામાં મહિલાઓને પુરતુ સ્થાન આપ્યું છે, તેઓ ખરા અર્થમાં ‘મધર ઓફ બિલ’ છે. મોઈત્રાએ ટુંક સમયમાં કાયદો બનાવવાની માગ કરી છે. તેમણે કહ્યું મહિલાઓને બરાબરનો અધિકાર મળવો જોઇએ.