Not Set/ પીએમ મોદીની રોજગાર નીતિ પર પ્રહાર કરતા રાહુલે કહ્યું ગટરમાં પાઇપ મૂકો, પકોડા બનાવો

  10 ઓગસ્ટના રોજ મોદીએ વિશ્વ બાયોફ્યુલ દિવસ પર એક માણસની વાત કરતા કહ્યું હતું કે એક માણસ ગંદી ગટરમાં પાઇપ મૂકીને તેના ગેસથી ચા બનાવતો હતો. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વ્યંગ કર્યું હતું, જેમાં તેમણે(નરેન્દ્ર મોદીએ) એક વ્યક્તિની વાર્તા સંભળાવી જેણે ગટર પાઇપનાં માધ્યમે આવતા ગેસમાંથી ચા બનાવતો હતો. […]

Top Stories India Politics
rahul gandhi at sc st protest 996d44c2 9cc0 11e8 86f4 8f26f26dd985 પીએમ મોદીની રોજગાર નીતિ પર પ્રહાર કરતા રાહુલે કહ્યું ગટરમાં પાઇપ મૂકો, પકોડા બનાવો

 

10 ઓગસ્ટના રોજ મોદીએ વિશ્વ બાયોફ્યુલ દિવસ પર એક માણસની વાત કરતા કહ્યું હતું કે એક માણસ ગંદી ગટરમાં પાઇપ મૂકીને તેના ગેસથી ચા બનાવતો હતો.

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વ્યંગ કર્યું હતું, જેમાં તેમણે(નરેન્દ્ર મોદીએ) એક વ્યક્તિની વાર્તા સંભળાવી જેણે ગટર પાઇપનાં માધ્યમે આવતા ગેસમાંથી ચા બનાવતો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની રોજગારીની રણનીતિ, જે કરોડો નોકરી પૂરી પાડવાનું વચન આપે છે, તે હવે ગટરમાં પાઇપ મૂકે છે અને ગેસ કાઢી અને પકોડા બનાવવાની વાત કરે છે.

કર્ણાટકના બિદરમાં રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી દેશ માટે રોજગારની રણનીતિ છે. ગટરમાં પાઇપ મૂકો તેમાંથી નીકળતા ગેસથી અને પકોડા બનાવો.”

રોજગારનો મુદ્દો ઉઠાવતા રાહુલે મોદી પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે, મોદી યુવાનોને ગેસના ગટરમાંથી ગેસ કાઢીને રોજગાર આપવાની વાત કરે છે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કરતા કહ્યું હતું કે જે લોકો 2 કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું છે તેઓ હવે કહે છે કે તમે પકોડા બનાઓ, અમે ગેસ નહિ આપીએ.