Not Set/ પુલવામા એટેકનો ભારે રોષ,જયપુરની જેલમાં પાકિસ્તાની કેદીની હત્યા

જયપુર, પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર ભયાનક હુમલો થયો હતો, જેમાં 44 જવાનો શહીદ થયા હતાં. જેને લઈને સંસદથી સડક સુધી લોકોમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. લોકોમાં બદલાની ભાવનાના રૂપમાં લાવા ભભુકી રહ્યો છે. પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની માંગણી દિવસેને દિવસે વધારે બુલંદ બની રહી છે. ત્યારે રાજસ્થાનમાં એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના જયપુર જેલમાં રહેલા પાકિસ્તાની […]

Top Stories India Trending
2o 16 પુલવામા એટેકનો ભારે રોષ,જયપુરની જેલમાં પાકિસ્તાની કેદીની હત્યા

જયપુર,

પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર ભયાનક હુમલો થયો હતો, જેમાં 44 જવાનો શહીદ થયા હતાં. જેને લઈને સંસદથી સડક સુધી લોકોમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. લોકોમાં બદલાની ભાવનાના રૂપમાં લાવા ભભુકી રહ્યો છે. પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની માંગણી દિવસેને દિવસે વધારે બુલંદ બની રહી છે. ત્યારે રાજસ્થાનમાં એક ઘટના સામે આવી છે.

રાજસ્થાનના જયપુર જેલમાં રહેલા પાકિસ્તાની કેદીની અન્ય કેદીઓએ મારી મારીને હત્યા કરી નાખી છે. મૃત પાકિસ્તાની કેદીનું નામ શાકિર ઉલ્હા છે. જોકે આખો મામલો શું હતો તે હજી સુધી જાણવા મળ્યું નથી.

પુલવામામાં આતંકી હુમલો થયા પછી સમગ્ર દેશમાં પાકિસ્તાન માટે ભારે નફરત ફેલાઇ રહી છે.દેશમાં હાલ રહેતા પાકિસ્તાની નાગરિકો પર ભારે રોષ ફેલાઇ રહ્યો છે.

રાજસ્થાનમાં અગાઉ જ બિકાનેરમાં પાકિસ્તાની નાગરિકો માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. બિકાનેરના ડીએમ કુમાર પાલ ગૌતમે ત્યાં રહી રહેલા પાકિસ્તાની નાગરિકો કે ફરવા આવેલા પાકિસ્તાની પર્યટકોને 48 કલાકની અંદર શહેર છોડવાનો આદેશ કર્યો હતો. જેને લઈને વિવાદ પણ થયો હતો.

હવે જયપુરની જેલમાં એક પાકિસ્તાની કેદીની જેલના જ અન્ય કેદીઓ દ્વારા માર મારીને હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે.

જયપુરની સેન્ટ્રલ જેલમાં બે દિવસ પહેલાં શાકિરૂલ્લા નામના પાકિસ્તાની કેદીની કથિત હત્યા કરવામાં આવી છે.શાકિરૂલ્લા પર જાસુસીની આરોપ છે અને તે જયપુરની જેલમાં બંધ છે.રાજસ્થાનના જેલોના આઇજીપીએ પણ આ હત્યાની જાણકારી આપી છે.જેલમાં કેદીઓ સાથે મારામારી પછી શાકિરૂલ્લાની હત્યા થઇ હતી.હત્યા બાદ રાજસ્થાનના ટોપ લેવલના અધિકારીઓ સેન્ટ્રલ જેલ પર પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે અને ભારત સરકારને પાકિસ્તાન વિરૂદ્ધ આકરા પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.