દુર્ઘટના/ સ્પેનમાં પુલ પરથી બસ નદીમાં ખાબકતા 6 લોકોના મોત,બેની હાલત ગંભીર

સ્પેનમાંથી મોટી દુર્ઘટનાની ઘટના સામે આવી છે, એક બસ પુલ પાર કરતી વખતે નદીમાં ખાબકતા છ લોકોના મોત નિપજ્યા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા

Top Stories World
Bus drowns in river in Spain

Bus drowns in river in Spain:    સ્પેનમાંથી મોટી દુર્ઘટનાની ઘટના સામે આવી છે, એક બસ પુલ પાર કરતી વખતે નદીમાં ખાબકતા છ લોકોના મોત નિપજ્યા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ પ્રશાસને થતા સત્વરે તે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી યુદ્વના ધોરણે કરવામાં આવી રહી છે.ઇજાગ્રસ્તોને સત્વરે નજીકની હોસ્પિટલમાં Hospital પહોચાડવામાં આવ્યા હતા. નદીમાં  ખાબકેલી બસમાં બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ભારે જહેમત બાદ આ સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સ્પેનના spain  ઉત્તર-પશ્ચિમ ગેલિસિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક બસ પુલ પાર કરતી વખતે નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.સ્થળ પર કામ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે લોકોને દોરડા વડે બાંધીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી, તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ બાબતની પણ તપાસ કરી હતી કે ડ્રાઈવરે દારૂ પીધો હતો કે કોઈ ડ્રગ્સ પીધું હતું. જો કે લેરેજ નદીમાં શોધ અને બચાવ કામગીરી હવે પૂરી થઈ ગઈ છે, પરંતુ નદીમાં પડી ગયેલી બસને પણ બહાર કાઢવામાં આવી છે.

નદીના વહેણને કારણે ભારે મુશ્કેલી પડી હતી
બચાવ કામગીરી દરમિયાન ભારે વરસાદ અને નદીના પ્રવાહને કારણે ભારે મુશ્કેલી પડી હતી. જોરદાર કરંટના કારણે રેસ્ક્યુ ટીમોને મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં પરસેવો વળી ગયો હતો. બસ શનિવારે રાત્રે લુગો અને વિગો શહેર વચ્ચે મુસાફરી કરી રહી હતી. દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 9.30 વાગ્યે બસ નદીમાં પડી હતી. જે બાદ બસ પાણીથી ભરાઈ ગઈ હતી અને તેમાં સવાર 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા જયારે બે લોકોની હાલત ગંભીર છે.

નારાજગી/PM મોદીએ આપેલા ‘વીર બાલ દિવસ’ના નામથી શીખ સમુદાય નારાજ, હવે શીખ સંસ્થાએ આ નામથી ઉજવણી કરવાની

Former President Abdullah Yameen/માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિને આ મામલે 11 વર્ષ જેલની સજા,જાણો વિગત