કાર્યવાહી/ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર અહેમદની પાર્ટી JKDFPને પાંચ વર્ષ માટે કરી ગેરકાયદેસર

JKDFP ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) 1967 ની કલમ 3(1) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

Top Stories India

ગૃહ મંત્રાલયે ગુરુવારે અલગતાવાદી શબ્બીર અહેમદ શાહની જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી (JKDFP) સામે મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે જેકેડીએફપીને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કર્યું છે.મંત્રાલય દ્વારા આપવામાં આવેલ કારણ એ છે કે JKDFP રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. આવી સ્થિતિમાં, JKDFP ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) 1967 ની કલમ 3(1) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.