કાબુલઃ અફઘાનિસ્તાનમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભૂકંપથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 70થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જણાવઇ દઇએ કે છેલ્લા ઘણા મહિનાથી અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે.
અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર અડધા કલાકના અંતરમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આ આંચકાની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી.
People are out on the streets of Herat city after a 6.10 richter earthquake hit the region. #herat #earthquake #Afghanistan pic.twitter.com/44MqBKoaM7
— Masood Shnizai (@ShnizaiM) October 7, 2023
ભૂકંપના આંચકાના કારણે હેરાત પ્રાંતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. ભૂકંપનો પહેલો આંચકો 6.3ની તિવ્રતાનો આવ્યા બાદ ક્રમશ 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 તિવ્રતાના આફ્ટરશોક અનુભવાયા હતા.
ભૂકંપના આંચકાના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાં હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યાં છે. જ્યારે 78 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે.
હેરાત પ્રાંત પહાડી વિસ્તાર હોવાના કારણે આંચકા બાદ ભૂસ્કલની ઘટના સામે આવી છે. જેના પગલે મૃત્યુનો આંક વધી શકે છે.
