Food/ શિયાળામાં ઘરે બનાવો મેથીના લાડુ, નોંધીલો રેસીપી…..

મેથીના લાડુ બનાવવાની સરળ રીત. મેથીના લાડુમાં સુંઠ, ઈલાયચી, ગંઠોડા વગેરે જેવા ગરમ પદાર્થનો ઉપયોગ થાય છે જે ખુબ શક્તિતવર્ધક છે

Health & Fitness Lifestyle
Untitled 60 3 શિયાળામાં ઘરે બનાવો મેથીના લાડુ, નોંધીલો રેસીપી.....

શિયાળાની ઋતુમાં બજારમાં લીલી શાકભાજી જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એટલા માટે આયુર્વેદમા શિયાળાની ઋતુ ને આરોગ્યની ઋતુ જણાવી છે. શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ જેવી કે ગુંદરના લાડુ, મેથીના લાડુ, કચરિયું વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે.

મેથી ટેસ્ટમાં કડવી હોવાથી તે શરીર માટે લાભદાયી રહે છે. જે લોકો શિયાળામાં મેથીના લાડુ ખાય છે તેનું આખું વર્ષ સાંધાની તકલીફોમાંથી રાહત મળે છે એવું આપણા ઘરમાં રહેલા મોટી ઉંમરના લોકો કહેતા હોય છે. મેથીના લાડુ ખાવાથી શરીરના સાંઘાને લગતી તમામ તકલીફોમાંથી ઝડપથી રાહત મળે છે.

મેથીના લાડુ બનાવવાની સરળ રીત. મેથીના લાડુમાં સુંઠ, ઈલાયચી, ગંઠોડા વગેરે જેવા ગરમ પદાર્થનો ઉપયોગ થાય છે જે ખુબ શક્તિતવર્ધક છે. આ પદાર્થો મોટા ભાગે બીજી ઋતુમાં ખાઈ શકતા નથી તેથી શિયાળાની ઠંડીમા આ પદાર્થોનું સેવન કરવામાં આવે તો શરીર સશક્ત બને છે.

મેથીના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી:  250 ગ્રામ અડદનો લોટ, 250 ગ્રામ મેથી, 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 500 ગ્રામ ઘી, 750 ગ્રામ ગોળ, 50 ગ્રામ બત્રીસું(કાટલું), 50 ગ્રામ સૂંઠ પાઉડર, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ સૂકું ટોપરું, ગાર્નિશિંગ માટે 3-4 ચમચી ટોપરાનું છીણ

મેથીના લાડુ બનાવવાની રીત: સૌ મેથીના લાડુ બનાવવા અડધા ઘીમાં અડદના લોટને ધીમા તાપે શેકી લો. તે જ રીતે ઘઉંના લોટને ઘી ગરમ કરી લોટનો કલર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. હવે જે ઘી બાકી રહ્યું છે તે ઘીને ગરમ કરી છીણેલો ગોળ ઉમેરો. બે થી ત્રણ ઊભરા આવે ત્યા સુધી ગરમ થવા દો.

હવે તેમાં બંને લોટ, સૂંઠ પાઉડર, બત્રીસુ તથા તમામ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકરસ થઈ જાય એટલે નીચે ઉતારી તેના લાડુ વાળી લો. તમે ઈચ્છો તો થાળીમાં ઘી લગાવી થાળીમાં મિશ્રણ રેડીને બરાબર પાથરી શકો છો.

હવે ટોપરાના છીણથી ગાર્નિશિંગ કરીને ઠરવા દો. ઠરી જાય એટલે તેના પીસ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી દો. જો તમે લાડુ વાળ્યા હોય તો તેને નાળિયેરના છીણમાં રગદોળીને એર ટાઈટ ડબ્બામાં ભરી દો.