Bollywood/ વેલેન્ટાઈન ડે પર મલાઈકા અરોરાએ અર્જુન કપૂર પર વરસાવ્યો પ્રેમ, ગળે લગાવીને કહી આ વાત 

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટો શેર કર્યો છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા અર્જુનને ગળે લગાવી રહી છે અને અર્જુન તેના કપાળ પર કિસ કરી રહ્યો છે.

Entertainment
મલાઈકા

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો અહીં શેર કરતી જોવા મળે છે. મલાઈકા અને અર્જુન કપૂરનો કોઈ પણ ફોટો કે પોસ્ટ ચાહકોને ગમે છે. આજે વેલેન્ટાઈન ડેનો અવસર છે અને આ ખાસ અવસર પર અભિનેત્રીએ અર્જુન કપૂર સાથેનો પોતાનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે, જે આ સમયે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અર્જુન અને મલાઈકા વચ્ચે જબરદસ્ત લવ બોન્ડ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો :સોનમ કપૂરના પતિએ કરી છેતરપિંડી, ઇન્ટરનેશનલ શિપિંગ કંપનીએ લગાવ્યો આ આરોપ

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટો શેર કર્યો છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા અર્જુનને ગળે લગાવી રહી છે અને અર્જુન તેના કપાળ પર કિસ કરી રહ્યો છે. પોતાનો અને અર્જુનનો આ રોમેન્ટિક ફોટો શેર કરતા મલાઈકાએ હાર્ટ ઈમોજી સાથે ‘ Mine ‘ કેપ્શન આપ્યું છે. મલાઈકાની આ પોસ્ટ પર ફેન્સની સાથે બોલિવૂડ સેલેબ્સના રિએક્શન પણ આવી રહ્યા છે. આ પોસ્ટને થોડા જ સમયમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી છે. પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “સુંદર કપલ”, જ્યારે અન્ય યુઝરે લખ્યું, “હા હા હંમેશા તમારું”.

Malaika Arora

નોંધનીય છે કે મલાઈકા અને અર્જુન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને ઘણીવાર સાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે. મલાઈકાએ વર્ષ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. મલાઈકા અને અરબાઝને એક પુત્ર પણ છે જેનું નામ અરહાન ખાન છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની અફવાઓ ચાલી રહી હતી. આ પછી અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર પોતાનો અને મલાઈકા અરોરાનો ફોટો પોસ્ટ કર્યો. રોમેન્ટિક તસવીર શેર કરવાની સાથે અર્જુન કપૂરે કેપ્શનમાં કહ્યું કે તેમની વચ્ચે અફવાઓ માટે કોઈ જગ્યા નથી. આપને  જણાવી દઈએ કે અર્જુન કપૂર ભૂતકાળમાં કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો.

આ પણ વાંચો :વેલેન્ટાઈન ડે પર નેહા કક્કરને પતિએ આપી સરપ્રાઈઝ ગિફ્ટ, આ નજારો જોઈ ભાવુક થઈ સિંગર

આ પણ વાંચો :આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી એક નવી તસવીર સામે આવી…

આ પણ વાંચો :અભિનેતા રણવીર સિંહની સ્ટાર ફિલ્મ 83 ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થશે

આ પણ વાંચો :બિગ બોસના સેટ પર લાગી ભીષણ આગ,ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે