Not Set/ મલ્લિકા શેરાવતે સુષ્મા સ્વરાજની મદદ માંગી, જાણો કેમ ?

મુંબઈ બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પહેલા તેના પેરિસના ઘર મામલે ચર્ચામાં આવી હતી અને હવે એક સામાજીક સંસ્થાને મદદ કરવા મામલે ચર્ચામાં છે.મલ્લિકા શેરાવત લાંબા સમયથી બોલીવુડમાં જોવા મળી નથી પરતું તે હાલમાં ટ્વીટના કારણે ચર્ચામાં આવી રહી છે. મલ્લિકાએ વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને એક એનજીઓને વિઝા અપાવવા માટે મદદ માંગી છે.મલ્લિકાએ ટ્વીટ પર લખ્યું હતું મેમ,ડચની સામાજીક સંસ્થા […]

India
sushma shehrawatjpg મલ્લિકા શેરાવતે સુષ્મા સ્વરાજની મદદ માંગી, જાણો કેમ ?

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પહેલા તેના પેરિસના ઘર મામલે ચર્ચામાં આવી હતી અને હવે એક સામાજીક સંસ્થાને મદદ કરવા મામલે ચર્ચામાં છે.મલ્લિકા શેરાવત લાંબા સમયથી બોલીવુડમાં જોવા મળી નથી પરતું તે હાલમાં ટ્વીટના કારણે ચર્ચામાં આવી રહી છે.

મલ્લિકાએ વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને એક એનજીઓને વિઝા અપાવવા માટે મદદ માંગી છે.મલ્લિકાએ ટ્વીટ પર લખ્યું હતું મેમ,ડચની સામાજીક સંસ્થા ફ્રી ગર્લને ભારતના વીઝા મળતા નથી.આ એનજીઓ ટ્રાફિક થયેલાં બાળકો અને મહિલાઓ માટે સુપર્બ કામ કરી રહી છે.પ્લીઝ તેમને મદદ કરો.

મલ્લિકાનું માનવું છે કે ફ્રી એ ગર્લ સંસ્થા હ્યુમન ટ્રાફિકીંગ અને બાળકોના શોષણ માટે વખાણવા લાયક કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે ફ્રી એ ગર્લ સંસ્થાના કો-ફાઉન્ડર એવેલીન હોલસ્કેનના વીઝા ભારતે અનેકવાર રીજેક્ટ કર્યા છે.ભારતમાં ફ્રી એ ગર્લ હ્યુમન ટ્રાફિકીંગને રોકવા માટે કામ કરે છે.ફ્રી એ ગર્લ દેહવ્યાપારમાં ધકેલાતી છોકરીઓને બચાવવાનું પણ કામ કરે છે.

મલ્લિકા શેરાવત પોતે સ્કુલ ઓફ જસ્ટીસની બ્રાન્ડ એમ્બેસેડર છે.

મલ્લિકા કહે છે કે સુષ્મા સ્વરાજ કાયમ આવા ઇસ્યુઓને ઉઠાવતા રહ્યાં છે અને મને આશા છે કે તેમના તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળશે.

તમને જણાવી દઈએ કે મલ્લિકા પોતે શાળા ઓફ જસ્ટિસ પ્રોગ્રામ્સની એમ્બેસેડર છે. આ પ્રોગ્રામ પણ ફ્રી અ ગર્લ એનજીઓ ઓ દ્વારા યોજવા કરવામાં આવે છે.