UP Election/ મોદીના ગઢમાં આવી રહી છે મમતા બેનર્જી, વારાણસીમાં અખિલેશ સાથે મેગા શો; જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ફરી એકવાર યુપી ચૂંટણીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા જઈ રહ્યા છે. ગુરુવારે, મમતા બેનર્જી છઠ્ઠા તબક્કાના મતદાનની વચ્ચે PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સાથે રેલી કરશે.

Top Stories India
mamta

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ફરી એકવાર યુપી ચૂંટણીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા જઈ રહ્યા છે. ગુરુવારે, મમતા બેનર્જી છઠ્ઠા તબક્કાના મતદાનની વચ્ચે PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સાથે રેલી કરશે.

આ પણ વાંચો:બંગાળની નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં TMC આગળ,28 બેઠક જીતી

સાતમા તબક્કામાં કાશી સહિત 54 બેઠકો માટે 7 માર્ચે મતદાન થશે. એસપીના વારાણસી જિલ્લા પ્રમુખ સંજય મિશ્રાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી 2 માર્ચ (બુધવાર)ની સાંજે વારાણસી પહોંચશે. બીજા દિવસે તે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે ઈરાહી ગામમાં જાહેર સભાને સંબોધશે.પટેલ પણ મંચ પર હાજર રહેશે.

આ ચૂંટણીમાં આ પ્રથમ વખત બનશે કે જ્યારે સપા ગઠબંધનના તમામ ભાગીદારો એક જ રેલીમાં એકસાથે મંચ પર હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે, આ ચૂંટણીમાં વિપક્ષની આ સૌથી મોટી રેલી હશે અને છઠ્ઠા તબક્કાના મતદાનની વચ્ચે તાકાતના પ્રદર્શન તરીકે રજૂ કરવામાં આવશે. અગાઉ 8 ફેબ્રુઆરીએ મમતા બેનર્જીએ લખનૌમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે મમતા બેનર્જીએ ભાજપને હરાવવા અને સપા ગઠબંધનને જીતાડવાની અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એવા સમયે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હાજરી આપી છે જ્યારે કોંગ્રેસ સાથે ટીએમસીની તકરાર વધી રહી છે અને તે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળોને ભાજપ વિરુદ્ધ એક કરવાનો પ્રયાસ કરી રહી છે. એસપી અધિકારીઓએ જણાવ્યું કે, 3 માર્ચે મમતા બેનર્જી રોડ શો પણ કરશે. વારાણસી આવ્યા પછી, તે સાંજે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં હાજરી આપશે અને પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા મંદિર પહોંચશે.

આ પણ વાંચો:IEAમાં સામેલ દેશોએ લીધો આ નિર્ણય,ક્રૂડ આેઇલ પ્રતિ બેરલ 105 ડોલરને પાર

આ પણ વાંચો:ભાજપના સાંસદ સંઘમિત્રા મૌર્ય અને પુત્ર અશોક સહિત 24 સામે નોંધાઈ FIR