Not Set/ મમતા બેનર્જીનાં CAA અંગેનાં નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો જવાબ, આ ટિપ્પણી સંસદનું અપમાન

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે કહ્યું હતું કે, નાગરિકતા સુધારણા કાયદો ભારતનાં કોઈપણ નાગરિકનાં હકને છીનવી લેતો નથી. તેમણે કહ્યું કે જે લોકો હિંસક તત્વોનું સમર્થન કરી રહ્યા છે, હું રાજ્ય સરકારોને અપીલ કરું છું કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સ્મૃતિ ઈરાનીએ એનઆરસી અને સીએએ પર યુનાઇટેડ નેશન્સની મોનિટરિંગ ઓફ રેફરન્ડમ કરવાની […]

Top Stories India
Smriti Iranii મમતા બેનર્જીનાં CAA અંગેનાં નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો જવાબ, આ ટિપ્પણી સંસદનું અપમાન

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે કહ્યું હતું કે, નાગરિકતા સુધારણા કાયદો ભારતનાં કોઈપણ નાગરિકનાં હકને છીનવી લેતો નથી. તેમણે કહ્યું કે જે લોકો હિંસક તત્વોનું સમર્થન કરી રહ્યા છે, હું રાજ્ય સરકારોને અપીલ કરું છું કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સ્મૃતિ ઈરાનીએ એનઆરસી અને સીએએ પર યુનાઇટેડ નેશન્સની મોનિટરિંગ ઓફ રેફરન્ડમ કરવાની મમત બેનર્જીની માંગ અંગે કહ્યુ કે, તેમની ટિપ્પણી સંસદનું અપમાન છે.

કોલકાતાની એક હોટલમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સ્મૃતિ ઈરાનીએ પત્રકારોને જ્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં સીએએ અંગેનાં નિવેદન અંગે પ્રતિક્રિયા આપવાનું કહ્યું ત્યારે તેઓ બોલ્યા કે, “તેમની ટિપ્પણી ભારતીય સંસદનું અપમાન છે.”.

Image result for mamata banerjee

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપને ચેતવણી આપતા કહ્યુ કે, તે નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસી પર સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળમાં જનમત સંગ્રહ કરાવે અને જો તે વ્યાપક મત મેળવવામાં નિષ્ફળ જાય તો તેણે સત્તા છોડવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.