Not Set/ સાઉથ વેસ્ટ દિલ્હીના DMના પર્સનલ સેક્રેટરી કોરોના પોઝિટિવ, DM કોરોન્ટાઇન થયા

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રાહુલ સિંહના અંગત સચિવ તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, કોવિડ -19 માટે કેટલાક વધુ કર્મચારીઓની તપાસ કરવામાં આવી છે, જેનો તપાસ અહેવાલ મંગળવારે આવે તેવી સંભાવના છે. અધિકારીએ જણાવ્યું હતું […]

India
b87b131a88b86b004dbc3a71d95b908f સાઉથ વેસ્ટ દિલ્હીના DMના પર્સનલ સેક્રેટરી કોરોના પોઝિટિવ, DM કોરોન્ટાઇન થયા
b87b131a88b86b004dbc3a71d95b908f સાઉથ વેસ્ટ દિલ્હીના DMના પર્સનલ સેક્રેટરી કોરોના પોઝિટિવ, DM કોરોન્ટાઇન થયા

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રાહુલ સિંહના અંગત સચિવ તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી.

તેમણે કહ્યું કે, કોવિડ -19 માટે કેટલાક વધુ કર્મચારીઓની તપાસ કરવામાં આવી છે, જેનો તપાસ અહેવાલ મંગળવારે આવે તેવી સંભાવના છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “દક્ષિણ પશ્ચિમ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટના અંગત સચિવની તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. ડીએમ સહિત બધાની તબિયત સારી છે અને તે પોતે પણ થોડા દિવસો માટે ક્વોરેન્ટાઇન જતા રહ્યા છે,”  

આ દરમિયાન, સોમવારે દિલ્હી પોલીસે ગુરુદ્વારા બાંગ્લા સાહિબની પરિક્રમા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન, ગુરુદ્વારા દ્વારા દરરોજ એક લાખ લોકોને ભોજન આપવામાં આવે છે અને આ સેવા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા માટે, દિલ્હી પોલીસે સાયરન વગાડીને ગુરુદ્વારાની પરિક્રમા કરી હતી.

ડેપ્યુટી કમિશનર (નવી દિલ્હી) ઇશ સિંઘલે પરિક્રમા કરતી મોટરસાયકલ અને જિપ્સી કાફલાનું નેતૃત્વ કર્યું. કાફલામાં 35 પોલીસ વાન અને 60 મોટર સાયકલ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસના આ કાર્યની પ્રશંસા કરી છે.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.