Not Set/ મમતાએ PM મોદી સાથેની મુલાકાતને ગણાવી સૌજન્ય મુલાકાત, આ મુદ્દાઓ પર થશે વાર્તાલાપ

મમતા બેનર્જી બુધવારે પીએમ મોદીને મળવાના છે. મમતાએ કહ્યું કે આ બેઠક દરમિયાન બાકી રહેલા ભંડોળ અને રાજ્યના નામમાં ફેરફાર જેવા મુદ્દા પર ચર્ચા થશે. રાજ્યની ફાળવણીમાં થયેલી ઘટાડા  અને રાજ્ય કલ્યાણ યોજનાઓની પ્રગતિ વિશે ચર્ચા થઈ શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી છે. મમતા […]

Top Stories India
મમતા મમતાએ PM મોદી સાથેની મુલાકાતને ગણાવી સૌજન્ય મુલાકાત, આ મુદ્દાઓ પર થશે વાર્તાલાપ

મમતા બેનર્જી બુધવારે પીએમ મોદીને મળવાના છે. મમતાએ કહ્યું કે આ બેઠક દરમિયાન બાકી રહેલા ભંડોળ અને રાજ્યના નામમાં ફેરફાર જેવા મુદ્દા પર ચર્ચા થશે.

રાજ્યની ફાળવણીમાં થયેલી ઘટાડા  અને રાજ્ય કલ્યાણ યોજનાઓની પ્રગતિ વિશે ચર્ચા થઈ શકે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી છે. મમતા બેનર્જી બુધવારે પીએમ મોદીને મળવાના છે. મમતાએ કહ્યું કે, આ બેઠક દરમિયાન બાકી રહેલા ભંડોળ અને રાજ્યના નામમાં ફેરફાર જેવા મુદ્દાઓ ઉભા કરવામાં આવશે.

modi mamata મમતાએ PM મોદી સાથેની મુલાકાતને ગણાવી સૌજન્ય મુલાકાત, આ મુદ્દાઓ પર થશે વાર્તાલાપ

મમતા બેનર્જી મંગળવારે દિલ્હી જવા રવાના થશે. બુધવારની બેઠકનો અપેક્ષિત સમય સાંજના 4.30 વાગ્યે છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે જે રીતે એક બીજા પર નિશાન સાધ્યું છે તે જોતા આ બેઠક બંને નેતાઓ વચ્ચે બહુજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

mamata 1 મમતાએ PM મોદી સાથેની મુલાકાતને ગણાવી સૌજન્ય મુલાકાત, આ મુદ્દાઓ પર થશે વાર્તાલાપ

મુખ્યમંત્રી બેનરજીની કચેરીએ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મોદીને મળવા માટે મુખ્યમંત્રી વતી સમય માંગ્યો હતો. મુખ્ય પ્રધાન વિકાસ યોજનાઓ પર રાજ્યની ફાળવણીમાં કથિત ખામી અને કેન્દ્ર-રાજ્ય કલ્યાણ યોજનાઓની પ્રગતિ વિશે ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત આસામની અંતિમ એનઆરસી યાદી, ઘુસણખોરી, નક્સલવાદી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

MamataBanerjee મમતાએ PM મોદી સાથેની મુલાકાતને ગણાવી સૌજન્ય મુલાકાત, આ મુદ્દાઓ પર થશે વાર્તાલાપ

મમતા બેનર્જી દિલ્હીમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ મળશે. તે ગુરુવાર અથવા શુક્રવારે સંભવત: કોલકાતા પરત ફરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.