Kolkata/ મમતા બેનર્જીના ભત્રીજાની વધી મુશ્કેલીઓ, આ મામલે CBI એ પાઠવ્યું સમન્સ

પશ્ચિમ બંગાળના સીએમના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને સમન્સ જારી કર્યું છે.

Top Stories India
a 281 મમતા બેનર્જીના ભત્રીજાની વધી મુશ્કેલીઓ, આ મામલે CBI એ પાઠવ્યું સમન્સ

બંગાળ ચૂંટણીના વધતા ગરમાવ વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. હવે આમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પશ્ચિમ બંગાળના સીએમના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને સમન્સ જારી કર્યું છે.

મળતી માહિતી મુજબ, કોલસાની દાણચોરીના કેસમાં પૂછપરછ માટે સમન્સ સાથે સીબીઆઈની ટીમ રવિવારે કોલકાતા પહોંચી હતી. ટીમે અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને પુછપરછ શરુ કરી. આ પહેલીવાર છે જ્યારે સીબીઆઈએ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને કોલસાની દાણચોરી મામલે પૂછપરછ કરવા સમન્સ બહાર પાડ્યું છે.

આપને જણાવી દઈએ કે, ગેરકાયદેસર ખનન અને કોલસાની દાણચોરીના કેસમાં સીબીઆઈ સતત દરોડા પાડી રહી છે. આ કેસમાં જયદેવ મંડળ અને લાંબા સમયથી ચાલતા કોલસા માફિયા અનૂપ માજી ઉર્ફે લાલાના ઠેકાણાઓ પણ થોડા દિવસો પહેલા સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ કોલકાતા, પુરૂલિયા, પશ્ચિમ બર્ધમાન અને બાંકુડામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ દરોડા દરમિયાન સીબીઆઈએ મંડળ, માજી અને અમિયા સ્ટીલ નામની કંપનીના પરિસરની તલાશી લીધી હતી. અગાઉ સીબીઆઈએ થોડા દિવસો પહેલા કોલસાની દાણચોરીના કેસમાં વેપારી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રા, ઉદ્યોગપતિ અમિત સિંહ અને નીરજ સિંહના ત્રણ મકાનો પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન સીબીઆઈને ઘરે કોઈ પણ મળ્યું ન હતું, ત્યારબાદ વિનય મિશ્રા સહિત દરેકના નામે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. વિનય મિશ્રા સામે અનેક વખત પૂછપરછ કરવા છતાં પણ હાજર ન હોવા બદલ ધરપકડનું વોરંટ જારી કરાયું છે. સીબીઆઈએ આ કેસમાં અનૂપ માજી  ઉર્ફે લાલાની સંપત્તિ જપ્ત કરવાની હાઈકોર્ટમાં અપીલ કરી છે.