Not Set/ મનીષ તિવારી : કાશ્મીર જ્વાળામુખી પર બેઠું છે, શું આપણે તેના ફાટવાની રાહ જોઈ રહ્યા છીએ?

જમ્મુ-કાશ્મીર પર બોલતા મનીષ તિવારીએ કહ્યું કે, અહીં અઘોષિત કટોકટી છે અને નાગરિક અધિકારનું કોઈ જ અસ્તિત્વ રહ્યું નથી. માનવસર્જિત આફતોનો સામનો કરવા સરકારની કોઈ નીતિ નથી. કાશ્મીર જ્વાળામુખી પર બેઠો છે, શું આપણે તેના ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યા છીએ, ગ્રામીણ ભારતમાં લોકો પાસે પાર્લે જી ને ખરીદવા માટે 5 રૂપિયા પણ નથી કોંગ્રેસ […]

Top Stories India
મનીષ તિવારી મનીષ તિવારી : કાશ્મીર જ્વાળામુખી પર બેઠું છે, શું આપણે તેના ફાટવાની રાહ જોઈ રહ્યા છીએ?

જમ્મુ-કાશ્મીર પર બોલતા મનીષ તિવારીએ કહ્યું કે, અહીં અઘોષિત કટોકટી છે અને નાગરિક અધિકારનું કોઈ જ અસ્તિત્વ રહ્યું નથી. માનવસર્જિત આફતોનો સામનો કરવા સરકારની કોઈ નીતિ નથી.

કાશ્મીર જ્વાળામુખી પર બેઠો છે, શું આપણે તેના ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યા છીએ, ગ્રામીણ ભારતમાં લોકો પાસે પાર્લે જી ને ખરીદવા માટે 5 રૂપિયા પણ નથી

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર જ્વાળામુખી પર બેઠો છે, ગેરકાયદેસર ધરપકડ ઉપરાંત, બળપૂર્વક અને સંપૂર્ણ બંધના પગલા લેવામાં આવી રહ્યા છે તે બતાવે છે કે સરકાર આનાથી સંપૂર્ણ બેધ્યાન છે.

મનીષ તિવારીએ કહ્યું કે મોદી સરકાર -2 ના પ્રારંભિક 96 દિવસ અસ્તવ્યસ્ત અત્યાચાર તરીકે જોઇ શકાય છે. વડા પ્રધાન કહી રહ્યા છે કે અર્થવ્યવસ્થા મજબૂત છે, જ્યારે ગૃહ પ્રધાનને આ અંગે પૂછતા કહે છે કે, તમારે તેનાથી શું લેવા દેવા ..?  આનો અર્થ શું છે? રોકાણકારોને ભારતના અર્થતંત્રમાં કોઈ રસ નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કૃષિ ભારતમાં રોજગારની તકો ઉભી કરે છે અને 65 ટકા લોકો ભારતમાં કૃષિ પર નિર્ભર છે. ગ્રામીણ ભારતમાં પાર્લે જીને ખરીદવા માટે લોકો પાસે 5 રૂપિયા પણ નથી. છેલ્લા કેટલાક વર્ષમાં કૃષિ સંકટ વધ્યું છે.

મનીષ તિવારીએ કહ્યું કે, મુદ્રા યોજના એક મહાન રોજગાર યોજના તરીકે રજૂ કરવામાં આવી હતી. નવી નોકરીઓમાં મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી કુલ લોનનો માત્ર 10 ટકા હિસ્સો છે. આ સરકારની મોટી નિષ્ફળતા છે.

જમ્મુ-કાશ્મીર પર બોલતા મનીષ તિવારીએ કહ્યું કે અહીં અઘોષિત કટોકટી છે અને નાગરિક અધિકારનું  અહીં અસ્તિત્વ વધ્યું જ નથી. માનવસર્જિત આફતોનો સામનો કરવા સરકારની કોઈ નીતિ નથી.

આસામની પરિસ્થિતિ અંગે મનીષ તિવારીએ કહ્યું કે, 19 લાખથી વધુ લોકોને રાજ્યવિહીન જાહેર કરાયા. જેનાં નામ એનઆરસીની સૂચિમાં નથી તે માટે શું ભારત સરકારની કોઈ યોજના છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.