ગુજરાત/ મનપા TPO બિપીન ગામીત ફરી વિવાદમાં, વિશાલ ટાવર મામલે લાંચ લેતા કરી ફરિયાદ

જૂનાગઢ મહાનગરપાલિકાના ટીપીઓ બિપીન ગામીત ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. વિશાલ ટાવર મામલે લાંચ લેવાનો આક્ષેપ કરાયો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 17T144539.134 મનપા TPO બિપીન ગામીત ફરી વિવાદમાં, વિશાલ ટાવર મામલે લાંચ લેતા કરી ફરિયાદ

જૂનાગઢ મહાનગરપાલિકાના ટીપીઓ બિપીન ગામીત ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. શહેરની મધ્યમાં આવેલા કાળવા ચોક ખાતે આવેલા વિશાલ ટાવરના 5માથી 10મા માળ સુધીનો ભાગ જર્જરિત હોવાથી તેને તોડી પાડવા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ દસ માળ તોડી પાડવા માટે અખબારમાં નોટિસ આપવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત બાર કાઉન્સિલના ઉપપ્રમુખ મુકેશ કામદારે આરોપ લગાવ્યો છે કે, તેમણે 4 માળ અકબંધ રાખવા માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

TPO બિપીન ગામીતે વિશાલ ટાવરના ચાર માળથી ઉપરના માળ જર્જરીત હોવાથી નોટિસ આપી હતી. આ માળ જર્જરીત હોવાથી તેને ઉતારી લેવા નોટિસ ફટકારી હતી. સમાચાર પત્રોમાં પણ આ મુદ્દે જાહેરાત કરી હતી. જેના બાદ આ બિલ્ડીંગમાં દુકાન ધરાવતા વેપારીઓ અને જેમની ઓફિસ હોય તેવા લોકોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જો કે હાઈકોર્ટમાં આ મામલો હજુ પેન્ડીંગ છે.

દરમિયાન, 29 એપ્રિલ, 2024 ના રોજ, ટીપીઓ મુકેશ કામદારની ઓફિસે બિલ્ડિંગના ઓફિસ ધારકો અને દુકાન માલિકોની એક બેઠક બોલાવી હતી. એવું સાંભળવામાં આવતું હતું કે આ બેઠક બાદ ગામીતે મુકેશ કામદાર પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. આ મામલે ટીપીઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, ગુજરાત તકેદારી આયોગ, એસીબીના ડીજી અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવને પત્ર લખી તપાસની માંગ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી

આ પણ વાંચો: ચૂંટણી પંચનું વલણ નિષ્પક્ષ રહ્યું નથી, કપિલ સિબ્બલે જણાવી દીધી વિપક્ષની આગળની રણનીતિ

આ પણ વાંચો: ભાજપના કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ, પોલીસ કરશે તપાસ