Rajkot News: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં (Rajkot Game Zone Fire Tragedy) ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર મુકેશ મકવાણા સામે સરકારે કાર્યવાહી કરી છે. મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૌતમ જોશી અને રોહિત વિગોરાને પણ સરકારના અગાઉના આદેશના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાગઠિયાની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું છે. તેણે ઓફિસનો બાકી વેરો પણ ભર્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયાની સામે તપાસ શરૂ કરવામાં આવતા 75 હજારના પગારદાર પાસે આઠ કરોડનો બંગલો મળી આવ્યો હતો. આ ઉપરાંત તેની પાસે કરોડોની સંપત્તિ હોવાનો પણ પર્દાફાશ થયો છે. તેની મોડેસ ઓપરેન્ડી પણ બહાર આવી છે. તે પોતાના સગાસબંધી અને ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો અને પાવરનામું પોતાના નામે કરાવી લેતો હતો. મનસુખ સાગઠીયાને પોતાના ભાઈઓ પર પણ ભરોસો નહોતો. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જ સાગઠિયાને હટાવી દેવાયા હતા.
સાગઠીયા કરોડોનો માલિક
રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતાં ટીપીઓ સાગઠિયાની અને કુટુંબની કરોડોની મિલકત હોવાની ચર્ચા ઉઠી છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે. સાગઠિયા કરોડોની સંપત્તિનો આસામી હોવાનો ખુલાસો થયો છે.તેમની પાસે 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, 200 કરોડની જમીન સહિતની મિલકતો વસાવી હોવાના આરોપ લાગ્યા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં એક પછી એક કૌભાંડ ખૂલતા જાય છે. આ ગેમ ઝોનને લાયસન્સ આપતી ફાઇલ જ ગૂમ કરી દેવાઈ હોવાથી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને આ ફાઈલ મળી શકી નથી, તેમ છતાં હજી શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત