રાજકોટ/ કપડાની ફેરી કરનાર મનુભાઇ વેક્સિનનો બીજો ડોઝ લગાવી જીત્યા 50 હજારનો મોબાઇલ

લકકી ડ્રો અનુંસધાને ગઈકાલે વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન આપવામાં આવ્યુ હતું

Gujarat Rajkot
Untitled 37 9 કપડાની ફેરી કરનાર મનુભાઇ વેક્સિનનો બીજો ડોઝ લગાવી જીત્યા 50 હજારનો મોબાઇલ

રાજયમાં  કોરોનાની બીજી લહેર  ભયાનક જોવા  હતી. જેમાં  લાખો લોકો કોરોના માં  મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા કોરોના રસી   આપવામાં આવે  છે   ત્યારે   વિવિધ મહાનગર પાલિકા દ્વારા  વેક્સિન ના ડોઝ આપવામાં  આવે છે .  ત્યારે વિવિધ  મહાનગર પાલિકા દ્વ્રા લક્કી  ડ્રો યોજવામાં આવ્યો હતો.. તાજેતરમાં મહાપાલિકા દ્વારા એવી યોજના મુકવામાં આવી હતી કે વેક્સીનનો બીજો ડોઝ લેનાર નશીબવંતા નાગરિકને લક્કી ડ્રો દ્વારા 50,000ની કિંમતનો સ્માર્ટ ફોન આપવામાં આવશે. ગઇકાલે આ યોજના અંતર્ગત યોજાયેલા લક્કી ડ્રોમાં મનુભાઇનું નશીબ ઉઘડી ગયું હતુ અને તેઓનું નામ લક્કી ડ્રોમાં નીકળતાં પદાધિકારીઓ દ્વારા એપલ-11 સ્માર્ટ ફોન આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સંશોધન / લોકોની વધારે પડતી ઊંઘને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો અભ્યાસ, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે વેક્સીનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50,000/- સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000/-નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે, તેમ જાહેર કરવામાં આવ્યુ હતું.

આ પણ  વાંચો :ગૌણ સેવા ભરતી /  હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રે કર્યો સ્વીકાર, અસિત વોરાએ પોલીસને કર્યો મેઇલ

લકકી ડ્રો અનુંસધાને ગઈકાલે વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન આપવામાં આવ્યુ હતું. સૌથી વધુ વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ.21000 નું રોકડ પુરુસ્કાર પણ આપવામાં આવેલ, લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓ એરપોર્ટ પાસેના અમરજીત નગરમાં રહે છે અને કપડાની ફેરીનો વ્યવસાય કરેલ છે, અને તમામ પદાધિકારીઓએ મનુભાઈને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધુ વેક્સીનેશન થાય તેવા પ્રયાસ અનુરોધ કર્યો હતો.