Vaccination/ દેશમાં 16મી માર્ચ રાષ્ટ્રીય વેક્સિન દિવસની ઉજવણી

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે. ત્યારે કોરોના વાયરસ સામે પ્રતિકાર સ્વરૂપ કોરોના વેક્સિનની સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતુ.

Trending
ગરમી 110 દેશમાં 16મી માર્ચ રાષ્ટ્રીય વેક્સિન દિવસની ઉજવણી

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે. ત્યારે કોરોના વાયરસ સામે પ્રતિકાર સ્વરૂપ કોરોના વેક્સિનની સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતુ. ભારતીય વૈજ્ઞાનિકોએ ખૂબ જ ટૂંકાગાળામાં સ્વદેશી વેક્સિનનું નિર્માણ કરી દેશને વેક્સિન માટે આત્મનિર્ભર બનાવ્યો છે. ભારત દેશમાં બનેલી સ્વદેશી વેક્સિનની માંગ વિદેશોમાં પણ વધી છે. ભારત દેશે સ્વદેશી વેક્સિન અન્ય દેશોમાં પહોંચાડીને “વસુદૈવ કુટુંબકમ”ની ભાવના પરિપૂર્ણ કરી છે.

રસીની આડ અસર: વડોદરામાં વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીનું મોત

સમગ્ર દેશમાં 16 મી માર્ચને “રાષ્ટ્રીય વેક્સિન દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. અતિગંભીર રોગો સામે પડકાર ઝીલવા માટે અવરોધક રસી અતિઆવશ્યક હોય છે. કોરોના જેવી અતિગંભીર અને કપરી મહામારીમાં કોરોનાવાયરસ સામે લડવા વેક્સિનરૂપી અભેદ સુરક્ષા કવચ દેશનાં તમામ નાગરિકો માટે જરૂરી બની રહ્યું છે. સમગ્ર દેશમાં 16મી જાન્યુારીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનાં બીજા તબક્કાની પણ શરૂઆત થઇ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં કોમોર્બિડ દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણની શરૂઆત કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણની કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરતા કહે છે કે, અમદાવાદ સિવિલમાં કોરોના રસીકરણની શરૂઆત કરાવવામાં આવી ત્યારથી આજ દીન સુધી અમારા રસીકરણ કેન્દ્રમાં 10,405 વ્યક્તિઓને રસીકરણનો પ્રથમ ડોઝ જ્યારે 5,358 વ્યક્તિઓને કોરોના રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Technology / Google પર છવાયા સંકટના વાદળો

જેમાં 984 જેટલા વરિષ્ઠ નાગરિકો, 538 કોમોર્બિડ દર્દીઓને કોરોના રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 9748 જેટલા હેલ્થકેર વર્કરો અને 4493 જેટલા કોરોના ફ્રંટલાઇન વર્કરો પણ કોરોના રસીકરણ કરાવીને કોરોના સામેના અભેદ સુરક્ષા કવચથી સજ્જ થયા છે. સિવિલ હોસ્પિટલનાં એડિસનલ મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ રાજ્યના તમામ નાગરિકોને કોરોના રસીકરણ ફરજીયાત પણે કરાવવા અપીલ કરીને સ્વદેશી કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહ્યું હતુ. રાષ્ટ્રીય રસીકરણ દિવસે ડૉ. રાકેશ જોષીએ કોરોના રસીકરણ કરાવીને જ કોરોનાને હરાવી શકીશુ તેવી ભાવના વ્યક્ત કરી હતી.

પ્રવાસ / એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે બોરીસ જ્હોન્સન, Brexit બાદ…

રાષ્ટ્રીય વેક્સિન દિવસની ઝાંખી

અતિગંભીર રોગ સામે પ્રતિકાર ઝીલવા અને માનવશરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા અથવા તો એન્ટીબોડીઝનું ઉત્સર્જન કરવા માટે રસી જરૂરી બની રહે છે. વર્ષ 1995માં માર્ચ 16 થી રાષ્ટ્રભરમાં પ્લસ પોલીયો રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી જ દર વર્ષે 16મી માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે રાષ્ટ્રભરમાં ઉજવવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ