manavadar/ માણાવદર તાલુકાનું મરમઠ ગામ બન્યું સંપર્ક વિહોણું

મંત્વય ન્યૂઝ પહોંચ્યુ મરમઠ ગામે

Top Stories Gujarat
Beginners guide to 2024 07 01T170200.197 માણાવદર તાલુકાનું મરમઠ ગામ બન્યું સંપર્ક વિહોણું

Junagadh News : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે. તેમાં પણ માણાવદર તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે માણાવદર તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.

વરસાદને કારણે મરમઠ ગામમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે. પાણીના ભરાવાને કારણે અહીંતી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને કારણે અકસ્માત થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

બીજીતરફ ભારે વરસાદે ખેડૂતોના બિયારણને પણ ધોઈ નાંખ્યું છે. જેને કારણે ખોડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ થયો છે. બિયારણ ધોવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે.



આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત