Not Set/ માર્ટા ગેજે 84 વર્ષની ઉંમરે વિમાન ઉડાડયું,મરતાં પહેલા અંતિમ વાર વિમાન ઉડાડવાની ઇચ્છા હતી

84 વર્ષનાં દાદી માર્ટા ગેજ યુવાનીમાં પાઇલટ હતાં. વધતી ઉંમર અને કથળતા સ્વાસ્થ્ય વચ્ચે તેમણે મરતાં પહેલાં કરવાનાં કામની એક યાદી બનાવી રાખી છે.

Lifestyle
desire માર્ટા ગેજે 84 વર્ષની ઉંમરે વિમાન ઉડાડયું,મરતાં પહેલા અંતિમ વાર વિમાન ઉડાડવાની ઇચ્છા હતી

84 વર્ષનાં દાદી માર્ટા ગેજ યુવાનીમાં પાઇલટ હતાં. વધતી ઉંમર અને કથળતા સ્વાસ્થ્ય વચ્ચે તેમણે મરતાં પહેલાં કરવાનાં કામની એક યાદી બનાવી રાખી છે. તાજેતરમાં તેમને પાર્કિન્સન્સ રોગનું પણ નિદાન થયું. આ સ્થિતિમાં તેમની અંતિમ ઇચ્છાઓની યાદી પૂરી કરવાના કામમાં તેમના પરિવારજનો લાગી ગયા.

માર્ટાનો પુત્ર અર્લ અન્ય એક પાઇલટ કોડી માટિયેલોના સંપર્કમાં આવ્યો અને તેણે પોતાની માતાની અંતિમ વાર વિમાન ઉડાડવાની ઇચ્છા વિશે કહ્યું. માટિયેલોની મદદથી એ ઇચ્છાને સાકાર કરવાની તૈયારી થઈ ગઈ. માટિયેલોએ બધી મદદ કરી, એટલું જ નહીં, જ્યારે માર્ટાએ ફરી એક વાર વિમાન ઉડાડ્યું એનો વિડિયો પણ રેકૉર્ડ કર્યો. તેણે ફેસબુક પર એ વિડિયો સાથે એક સંવેદનશીલ પોસ્ટ પણ લખી, જેને લીધે નેટિઝન્સ પણ ભાવવિભોર બની ગયા. પોસ્ટમાં માટિયેલોએ લખ્યું કે આ અદ્ભુત કો-પાઇલટ સાથે વિમાન ઉડાડવાની મને તક મળી છે. આ સુંદર સ્મૃતિ માટે તેણે પોતાની જાતને નસીબદાર ગણાવી હતી. જોતજોતામાં આ વિડિયો અને પોસ્ટ ખૂબ વાઇરલ થયાં અને લોકોએ ઉષ્માભેર કમેન્ટ્સ આપીને તેમને વધાવી લીધાં હતાં