ગુજરાત/ સુરેન્દ્રનગરમાં ચુડા કોર્ટમાં નિર્દોષ છૂટનાર પર વ્યકિત પર કરાયો સામૂહિક હુમલો

સુરેન્દ્રનગરમાં કોર્ટમાં જ એક વ્યક્તિ પર હુમલો કરાયો. શહેરની ચુડા કોર્ટમાં એક વ્યક્તિ નિર્દોષ છૂટતા તેના પર કેટલાક લોકો દ્વારા સામૂહિક હુમલો કરાયાની ઘટના બનવા પામી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 01T151026.823 સુરેન્દ્રનગરમાં ચુડા કોર્ટમાં નિર્દોષ છૂટનાર પર વ્યકિત પર કરાયો સામૂહિક હુમલો

સુરેન્દ્રનગરમાં કોર્ટમાં જ એક વ્યક્તિ પર હુમલો કરાયો. શહેરની ચુડા કોર્ટમાં એક વ્યક્તિ નિર્દોષ છૂટતા તેના પર કેટલાક લોકો દ્વારા સામૂહિક હુમલો કરાયાની ઘટના બનવા પામી. ચુડા કોર્ટમાં જે વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો તેના પર વર્ષ-2022માં મારામારીનો કેસ થયો હતો. મારામારી કેસમાં કોર્ટે આ વ્યક્તિને નિર્દોષ છોડી મુકાતા સામેનો પક્ષ રોષે ભરાતા હુમલો કર્યો.

વામા વાલાભાઈ ભરવાડે મારામારીનો કેસ કર્યો હતો. વર્ષ-2024માં ચુડા કોર્ટે કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. આ દરમિયાન રાજુભાઈ મીર ભૃગુપુર ગામે બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે વામા વાલાભાઈ ભરવાડ મુકેશ વામાભાઈ ભરવાડ, નારણ વાલાભાઈ ભરવાડ અને નિલેશ નવઘણભાઈ ભરવાડ તેમની પાસે આવી કોર્ટમાં નિર્દોષ છૂટવા બાબતે બોલાચાલી કરી ચારેયે રાજુભાઈ ઉપર હુમલો કરી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત રાજુભાઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસ આ ઘટનાની નોંધ લેતા વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના