Not Set/ વલસાડ/ મિત્ર અને તેના પણ મિત્રો દ્વારા સગીરા પર સામુહિક બળાત્કાર

વલસાડના વિરવલ ગામની એક શરમજનક ઘટના સામે આવી છે. વિરવલ ગામમા રહેતી સગીરા પર તેના જ મિત્ર અને મિત્રના મિત્રો દ્વારા  ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. અને ત્યારબાદ સગીરાને તેને અવાવરું જગ્યાએ છોડી ભાગી છૂટ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સગીરાએ તેના  મિત્ર  સાથે એક વર્ષ પહેલાં મિત્રતા રાખી હતી, જોકે મિત્રના લગ્ન થઈ જતા સગીરાએ તેના […]

Gujarat Others
32450 5373 વલસાડ/ મિત્ર અને તેના પણ મિત્રો દ્વારા સગીરા પર સામુહિક બળાત્કાર

વલસાડના વિરવલ ગામની એક શરમજનક ઘટના સામે આવી છે. વિરવલ ગામમા રહેતી સગીરા પર તેના જ મિત્ર અને મિત્રના મિત્રો દ્વારા  ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. અને ત્યારબાદ સગીરાને તેને અવાવરું જગ્યાએ છોડી ભાગી છૂટ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર સગીરાએ તેના  મિત્ર  સાથે એક વર્ષ પહેલાં મિત્રતા રાખી હતી, જોકે મિત્રના લગ્ન થઈ જતા સગીરાએ તેના મિત્ર સાથે બોલચાલ બંધ કરી હતી. આથી તેના મિત્રએ સગીરાને ગામ નજીક મળવા બોલાવી હતી. અને તેને કહ્યું હતું કે, તું મારી સાથે  બોલતી  કેમ નથી ..? અને આવીજ નજીવી બાબતે તેણીની સાથે ઉગ્ર બોલચાલ કરી હતી. અને ત્યાર બાદ સગીરાના મિત્ર અને તેના મિત્રોએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને અવાવરું જગ્યાએ છોડી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે સગીરાના પરિવારે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવ અંગે વલસાડ સીપીઆઈ અને તેમની ટિમ એ વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.