Rajkot News/ રાજકોટમાં જામકંડોરણામાં શ્રમિક કુટુંબની સામૂહિક આત્મહત્યા

રાજકોટના જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દાહોદના સનાળા ગામે વાડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. શ્રમિક કુટુંબે ઝેરી દવા પીતા માતા અને બે સંતાનોના મોત થયા છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Beginners guide to 2024 12 12T122353.466 રાજકોટમાં જામકંડોરણામાં શ્રમિક કુટુંબની સામૂહિક આત્મહત્યા

Rajkot News: રાજકોટના જામકંડોરણામાં (Jamkandorana) શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા (Suicide) કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દાહોદના સનાળા ગામે વાડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. શ્રમિક કુટુંબે ઝેરી દવા પીતા માતા અને બે સંતાનોના મોત થયા છે.

જો કે આ આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોવાના લીધે લોકોમાં ચકચાર મચી ગઈ છે. માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ત્રણેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળની દુષ્પ્રેરણા કોઈની પણ હશે પછી તે પતિથી લઈને કોઈપણ કુટુંબીની હશે તો પોલીસ તેના માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધશે.

પોલીસે આસપડોશના લોકોની કેફિયત લીધી છે અને સગાસંબંધીઓના નિવેદન લેવાનું પણ શરૂ કર્યુ છે. તેની સાથે મૃતકના મોબાઇલ ફોનની વિગતો પણ મેળવી છે અને છેલ્લા કોલ રેકોર્ડ પણ પોલીસ ચકાસી રહી છે. આના પરથી પોલીસને આત્મહત્યા પૂર્વેની વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવી જાય છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો: મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા