MANTAVYA Vishesh/ અમરેલીમાં મૌલાનાની મદરેસા જ ગેરકાયદેસર, બુલડોઝર ફરી વળ્યું

જમ્મુમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા પછી આખા દેશમાં ગેરકાયદે રીતે રહેનારા બાંગ્લાદેશીઓ સામે ભારતમાં તવાઈ બોલાવવામાં આવી તેના પગલે ગુજરાતમાં પણ પોલીસે ગેરકાયદેસર રીતે વસનારા અને સરકારી જમીન પર અતિક્રમણ કરીને રહેનારા સામે કાર્યવાહી શરૂ કરી હતી. આના પગલે અમરેલી પોલીસે પણ તેમને ત્યાંના શંકાસ્પદ તત્વો સામે નજર રાખવાની અને કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો હતો.

Mantavya Vishesh

જમ્મુમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા પછી આખા દેશમાં ગેરકાયદે રીતે રહેનારા બાંગ્લાદેશીઓ સામે ભારતમાં તવાઈ બોલાવવામાં આવી તેના પગલે ગુજરાતમાં પણ પોલીસે ગેરકાયદેસર રીતે વસનારા અને સરકારી જમીન પર અતિક્રમણ કરીને રહેનારા સામે કાર્યવાહી શરૂ કરી હતી. આના પગલે અમરેલી પોલીસે પણ તેમને ત્યાંના શંકાસ્પદ તત્વો સામે નજર રાખવાની અને કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો હતો.

આવી જ તપાસમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખડીમાં ચાલતા મદરેસા પોલીસની નજરમાં આવી ગઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે આ મદરેસામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે. તેના પગલે પોલીસે મદરેસાના મૌલાના મોહમ્મદ અફઝલ શેખની તપાસ કરી હતી. અમરેલીના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. તેના પછી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મૌલવીને સઘન પૂછપરછ કરી હતી. તેમા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

મૌલવી વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપને યોગ્ય ખુલાસો કરી શક્યો ન હતો. પોલીસે તેના પછી તેના પાસપોર્ટ અને બીજા દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી. મામલો સંગીન જણાતા ધારીના એએસપી જયવીર ગઢવીએ તપાસનો દોર સંભાળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મૌલાનાના ગ્રુપમાં મળી આવેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ અંગે ટેકનિકલ સર્વેલન્સ ચાલી રહ્યું છે. મૌલાના શેખ આધાર કાર્ડ સિવાયના કોઈપણ પુરાવા ન આપી શકતા તેમને અમરેલી SOG પોલીસ મથકે લઈ ગઈ હતી. અહીં આકરી પૂછપરછમાં મૌલાના અમદાવાદના જુહાપુરા નિવાસી હોવાનું પોલીસની જાણમાં આવ્યું હતું.

આ મામલા પર પ્રકાશ પાડતા અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખેરાતે જણાવ્યું હતું કે મદરેસાના મૌલાનાની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઈ છે. તેના પાકિસ્તાની જોડાણ અંગે તપાસ જારી છે. આ મૌલાનાની પૂછપરછ જારી છે. મૌલાનાનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જોડાણ બહાર આવતા અને તપાસનો વ્યાપ વિસ્તરતા તેમનો હવાલે હવે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યો છે. તેથી હવે ગુજરાત એટીએસે આ મૌલાનાનો હવાલો સંભાળી લીધો. તેના પગલે આગામી દિવસોમાં તેમના પાક અને અફઘાનિસ્તાન જોડાણને લઈને કોઈ વાત બહાર આવી શકે છે. આ ઉપરાંત આ મૌલાના ક્યાંક સ્લીપર સેલનો સભ્ય તો નથીને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી શકે છે.

અમરેલીના પ્રાંત અધિકારી હર્ષ જાડેજાએ જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ પછી તેની મદરેસાની અધિકૃતતા અંગેની તપાસ મહેસૂલ ખાતાને સોંપવામાં આવી હતી. તેની તપાસમાં તે વાતનો પર્દાફાશ થયો કે મદરેસાની જગ્યા તો વાસ્તવમાં લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવી હતી. લાભાર્થીએ આ પ્લોટ હવે દાનથી આપ્યો કે વેચાણથી આપ્યો તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આમ લેન કમિટીએ આ પ્લોટની ફાળવણી વખતે મૂકેલી શરતોનું પાલન ન થતાં આ પ્લોટ સરકારે તેના હસ્તક લઈ લીધો છે. તેના પરનું બાંધકામ તોડી નાખવાનો નિર્ણય લીધો છે. આના પગલે આ પ્લોટમાં આવેલી મદરેસા પર બુલડોઝર ચાલ્યું હતું.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખડી ગામમાં ચાલતા મદરેસા ગેરકાયદેસરનું હોવાથી તેના પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતુ. બે DYSP અને ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં પોલીસ ટુકડી રાખીને આ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

DYSP પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મદરેસાની જમીનનો કેસ રેવન્યુમાં ચાલ્યો હતો. તેમા મદરેસાનું બાંધકામ શંકાસ્પદ જણાયું હતું. મદરેસા ચલાવનારાઓ આ બાંધકામ અંગે કોઈ રેકર્ડ કે કોઈ પુરાવા આપી શક્યા ન હતા. મદરેસાના નકશા અને પુરાવાની માંગ કરવામાં આવી હતી. આમ બાંધકામની કાયદેસરતા અંગે કોઈ પુરાવા ન મળતા તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું હતું. તેના પગલે તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. મદરેસાને તોડવાનું કામ ચાલતુ હતુ ત્યારે કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અને અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પોલીસ ટુકડી પણ ઘટનાસ્થળે રાખવામાં આવી હતી.

પોલીસે મૌલાનાને પકડ્યો તેમા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ગ્રુપ મળ્યા, તેમા તેનું સંચાલન પાકિસ્તાનથી થતું હોવાનું જાણમાં આવ્યું છે. આ ગ્રુપમાં મોટાભાગે અરબી ભાષામાં જ વાત કરવામાં આવેલી હતી, પોલીસે આ અરબી ભાષાના સંદેશાઓનું ભાષાંતર કરાવ્યું હતું. તેના આધારે પોલીસની શંકા વધુ ઘેરી બની છે. આના પગલે પોલીસની મૌલાનાને લઈને આગામી દિવસોમાં કોઈ મહત્વની લિંક મળે તેમ તે માની રહી છે.

આની સાથે-સાથે લેન કમિટી દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા પ્લોટની તપાસ શરૂ કરવામાં આવે તેમ મનાય છે. આ રીતે કેટલા લાભાર્થીઓ તેમને આપવામાં આવેલા પ્લોટનું વેચાણ કરીને શરત ભંગ કર્યો હોય તેની ચકાસણી પણ શરૂ કરવામાં આવી શકે છે. મહેસૂલ વિભાગનું માનવું છે કે લાભાર્થીઓને આપવામાં આવેલા પ્લોટના વેચાણનો તો આ એક જ કિસ્સો છે, આવી બીજી કેટલીય ઘટના બનવાની સંભાવના જરા પણ નકારી શકાતી નથી. આગામી દિવસોમાં સરકાર આ મોરચે તપાસ કરાવીને આકરાં પગલાં લે તો પણ આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી