Not Set/ ફોર્મ્યુલા વન રેસમાં સાત વખતના વિજેતા હેમિલ્ટનને હરાવીને મેક્સ વર્સ્ટાપેન વર્લ્ડ ચેમ્પિયન

રેડ બુલ યુવા ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેને તેની પ્રથમ ફોર્મ્યુલા વન રેસ જીતી લીધી છે. 24 વર્ષીય વર્સ્ટાપેને રવિવારે અબુ ધાબીમાં ટાઈટલ જીત્યું હતું.

Top Stories Sports
FORMULA ફોર્મ્યુલા વન રેસમાં સાત વખતના વિજેતા હેમિલ્ટનને હરાવીને મેક્સ વર્સ્ટાપેન વર્લ્ડ ચેમ્પિયન

રેડ બુલ યુવા ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેને તેની પ્રથમ ફોર્મ્યુલા વન રેસ જીતી લીધી છે. 24 વર્ષીય વર્સ્ટાપેને રવિવારે અબુ ધાબીમાં ટાઈટલ જીત્યું હતું. આ સાથે તેણે ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ પણ કબજે કર્યું. તેણે સાત વખતના ચેમ્પિયન અને મર્સિડીઝ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટનને પાછળ છોડીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.  આ જીત સાથે હેમિલ્ટન રેકોર્ડ આઠમું ટાઇટલ જીતવાથી ચૂકી ગયો હતો

દુબઈમાં યાસ મરિના સર્કિટ ખાતે આયોજિત રેસના તમામ શરૂઆતના લેપમાં હેમિલ્ટન અગ્રેસર હતો, પરંતુ છેલ્લા લેપમાં વર્સ્ટાપેને નવા ટાયરની મદદથી ઝડપ પકડી અને તેના પ્રતિસ્પર્ધીને પાછળ છોડી દીધો હતો.ઉલ્લેખનીય છે કે રેડ બુલ યુવા ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેને તેની પ્રથમ ફોર્મ્યુલા વન રેસ જીતી લીધી છે. 24 વર્ષીય વર્સ્ટાપેને રવિવારે અબુ ધાબી ગ્રાં પ્રીનું ટાઈટલ જીત્યું હતું.