Not Set/ માયાવતીનો 104 કરોડની ડિપોઝિટ પર ખુલાસો કહ્યું, આ પાર્ટીના પૈસા કાળુનાણૂં નથી

લખનઉઃ હુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ બેંકમાં જમા કરવામા આવેલા રૂપિયાનો ખુલાસો કરતા જણાવ્યેં હતુ કે,  બીજેપી બીએસપીને ખોટી રીતે ફસાવાનો પ્રયત્ન કરી રહી છે. નોટબંધી બાદ બીએસપીના ખાતામાં 104 કરોડ રૂપિયા જમા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ આપેલા પૈસા જમા કરાવ્ય છે. IT નિયમના મુજબ જ પૈસા જમા કરાવામાં આવ્યા છે. અમે કોઇ […]

India

લખનઉઃ હુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ બેંકમાં જમા કરવામા આવેલા રૂપિયાનો ખુલાસો કરતા જણાવ્યેં હતુ કે,  બીજેપી બીએસપીને ખોટી રીતે ફસાવાનો પ્રયત્ન કરી રહી છે. નોટબંધી બાદ બીએસપીના ખાતામાં 104 કરોડ રૂપિયા જમા થયા હતા.

તેમણે જણાવ્યું હતું કે, લોકોએ આપેલા પૈસા જમા કરાવ્ય છે. IT નિયમના મુજબ જ પૈસા જમા કરાવામાં આવ્યા છે. અમે કોઇ ગડબડી નથી કરી.

નોટબંધી બાદ ખુલાસો થયો હતો કે, બીએસપીના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા છે. અને બીએસપી સાથે સંબંધિત એક ખાતામાં 104 કરોડ રૂપિયા અને પાર્ટી પ્રમુખ માયાવતીના ભાઇ આનંદના ખાતામાં 1.43 કરોડ રૂપિયા જમા થયા હતી.

માયાવતિએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે,  બીજેપીએ નોટબંધી પહેલા કેટલા રૂપિયા ડિપોઝીટ કર્યા હતા તેની માહિતી આપવી જોઇએ. બીજેપી સ્ટેટ મશીનરીઝનો બીએસપી વિરૂદ્ધ મિસયુઝ કરી રહી છે. જ્ઞાતિવાદી લોકો નથી ઇચ્છી રહ્યા કે દલિત મહિલા સત્તામાં આવે.

અમે IT ના નિયમો અનુસાર બેંકમાં રૂપિયા ડિપોઝિટ કર્યા છે.  બીજેપી સહિતની અનેક પક્ષોએ બેન્કમમાં રૂપિયા ડિપોઝિટ કર્યા છે. તે લોકોની કેમ ચર્ચા કરવામાં નથી આવતા.