Bhavnagar News/ ભાવનગરમાં મેડિકલ વેસ્ટ નિકાલના નિયમોના ધજાગરા ઉડ્યાં, તંત્રની બેદરકારીની પોલ ખુલી

ત્યારે બોરતળાવમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં મેડિકલ વેસ્ટ (Medical Waste) નિકાલના નિયમોના ધજાગરા ઉડ્યાં છે. ભાવનગર શહેરના બોરતળાવમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા નગરજનોના સ્વાસ્થ્ય (Health) સાથે જાણીજોઈને ચેડાં કરી રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે.

નગરપાલિકાનું કરોડોનું બજેટ હોય છે તેમ છતાં સરખી સફાઈ કરવામાં આવતી નથી, તો બીજી બાજુ ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનમો નિકાલ કરાતા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા લોકોમાં રોષ ભરાયો છે. ભાવનગર શહેરમાં તો ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) દ્વારા મેડિકલ વેસ્ટ બાળવા માટે અદ્યતન સુવિધા રાખવામાં આવી છે તેમ છતાં શહેરમાં જાહેર માર્ગો ઉપર નિકાલ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક ડિસ્પોજેબલ ટેબ, નીડલ, તૂટેલી સિરિંજ, દવા-ઈન્જેકશનના કાચના બલ્બ, ઇન્જેક્શન, ડ્રેસીંગ મટિરિયલ સહિ‌તનો મેડિકલ વેસ્ટ તળાવમાં ફેંકાયો હતો. ભાવનગર શહેરને બોળતળાવમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ બોળતળાવમાં જોવા મળતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો હતો.

ઠેર-ઠેર સામાન્ય કચરાની સાથે બાયો મેડિકલ વેસ્ટનો પણ જયાં ત્યાં નિકાલ થતો હોય લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.  મેડિકલ કચરો જાહેરમાં ફેંકવા ઉપર પ્રતિબંધ છે. ભાવનગર શહેરમાં ખાનગી હોસ્પિટલો ઉપરાંત ડોકટરોના ક્લિનિકમાંથી પણ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો નીકળે છે. ત્યારે બોરતળાવમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડોર ટુ ડોર કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નંખાતા હોબાળો

આ પણ વાંચો:અરવલ્લી : હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, બાયડ-દહેગામ હાઈવે પર ફેંકયો મેડિકલ વેસ્ટ

આ પણ વાંચો:સાયલાના વખતપર ગામ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ, અજાણ્યા શખ્સો કેમિકલનો જોખમી જથ્થો ફેંકી ગયાની ચર્ચા