Not Set/ પાટીદાર સમાજની બેઠક બાદ હવે યોજાશે કોળી સમાજની બેઠક, થઇ શકે છે આ વિષયો ઉપર ચર્ચા

ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોળી સમાજ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others Trending
indira gandhi 4 પાટીદાર સમાજની બેઠક બાદ હવે યોજાશે કોળી સમાજની બેઠક, થઇ શકે છે આ વિષયો ઉપર ચર્ચા

ગુજરાત રાજ્યમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. રાજકીય ગતીવીધીએ જોર પકડ્યું છે. રાજ્યમાં સામાજિક બેઠકો દૌર પણ ચાલુ થઇ ચુક્યો છે. અને સાથે સામાજિક માંગણીઓની વણઝાર પણ જોવા મળી રહી છે.

રાજ્યમાં હાલમાં જ ખોડલધામ ખાતે યોજાયેલી પાટીદાર સમાજની બેઠક બાદ રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર નેતા નરેશ પટેલ દ્વારા ‘આપ’ના છૂટે મોઢે કરેલા વખાણ અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગણી થી રાજકીય વાતાવરણમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. તો સાથે ઠાકોર-ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પણ આવી જ કોઈ માંગની વાત ઉચારવામાં આવી હતી.

ત્યારે હવે કોળી સમાજની પણ બેઠક યોજાઈ રહી છે. આવતીકાલે સમસ્ત કોળી સમાજની બેઠક માટે તૈયારીઓને આખરી ઓપ આપાઈ ચુક્યો છે. ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોળી સમાજ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકીય ક્ષેત્રે કોળી સમાજને થઈ રહેલા અન્યાય બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વીર માંધાતા કોળી સમાજ સંગઠનના પ્રમુખ રાજુ સોલંકીએ બેઠક માટે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબની સહાય લોકોને હજુ મળી નથી.

રસીકરણ / AMTS-BRTSમાં કરો છો મુસાફરી, તો સાવધાન, હવે સાથે રાખવું પડશે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદારો બાદ આ કોળી સમાજની ઐતિહાસિક બેઠકનું આયોજનએ મોટા રાજકીય ગરમાગરમીના એંધાણ આપી રહ્યું છે. ગતરોજ ભાજપના કોળી નેતા પરસોતમ સોલંકીએ પણ સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. માછીમારોને થતા અન્યાય અંગે આક્ષેપ કાર્ય હતા.

કાળાબજારી / રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, રોજની એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ થતી હતી બુક

આગામી વિધાનસભાની ચૂંટણી ગુજરાત માટે રસાકસી ભરી બની રહેશે. કોંગ્રેસ-ભાજપ સાથે આ  ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ વિધાનસભાની તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉતારવાનું જાહેર કર્યું છે. તો સાથે પત્રકાર જગતના  માધાંતા એવા ઈશુદન ગઢવી પણ મીડિયા જગતને ટાટા-બાય-બાય  કરી આપમાં જોડાઈ ચુક્યા છે.

ગુજરાત કોંગ્રેસ / કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટી રાહત, હવે એક વર્ષ સુધી રાજ્ય બહાર જવા નહી લેવી પડે મંજુરી