ખેલ મહાકુંભ/ ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક, PM મોદી ખેલ મહાકુંભમાં હાજરી આપશે

ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ યુવા મોરચા સભ્યો સાથે કરી મુકાકાત

Gujarat Others
યુવા મોરચા
  • ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક
  • યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહ્યા હાજર
  • PM મોદી 12 માર્ચે ગુજરાત આવશે
  • PM મોદી ખેલ મહાકુંભમાં હાજરી આપશે

ભરૂચમાં ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે યુવા મોરચા સભ્યો સાથે કરી મુલાકાત કરી હતી.ભારતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ગુજરાત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના ભાગરૂપે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક કરી હતી.

ભારતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ એ ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ગુજરાત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેના ભાગરૂપે આજરોજ યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ દ્વારા ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક કરી હતી.

5 રાજ્ય ની ચૂંટણી પ્રક્રિયા દોર પૂર્ણતાના આરે છે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તૈયારીઓ દરેક પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.ગુજરાતના સીએમ બન્યા બાદ વડાપ્રધાન પદવી હાંસલ કરી વિશ્વભરમાં પ્રખ્યાત થનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગઢ ગુજરાતમાં ખેલ મહા કુંભ માં હાજરી આપવા 12 માર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહીત કરવા કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ દ્વારા પ્રધાનમંત્રીના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી કાર્યકરો, હોદ્દેદારોની સાથે મુલાકાત કરી આવનારા વિધાનસભા ચૂંટણી ની રણનીતિની ચર્ચા વિચારણા અને પક્ષના યુવાનો કાર્યકરો માં નવી ઉર્જાના સંચાર કરવાના પ્રયાસ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય ભાજપ પ્રદેશ યુવા મોર્ચાના દ્વારા તમામ જિલ્લાઓ માં યુવાનો સાથે મુલાકાત કરવના ભાગરૂપે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ભરૂચ યુવા મોર્ચા સાથે મુલાકત કરી મતદારોને પક્ષની વિચારધારા સાથે જોડવા માટે ના કાર્યક્રમો ની રૂપરેખા તૈયાર કરવા ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠક માં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ ભોલાવ,ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા,ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાંતભાઈ સોની,ભાજપ યુવા મોરચાના પ્રદેશ મંત્રી ભાવિકાબેન ઘોધારી અને સૂરજભાઈ દેસાઈ સહિત ભરૂચ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, ભરૂચ ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર અને ધર્મેન્દ્ર પુષ્કરણ સહિત દક્ષિણ ઝોન ના હોદ્દેદારો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કથાકાર મોરારીબાપુએ યુક્રેન યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે કર્યું આટલા કરોડની દાન

આ પણ વાંચો :માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી, તો સહ આરોપીને આજીવન કેદની સજા

આ પણ વાંચો :સુરતમાં મધપૂડાને પાડવા જતા યુવાન 15 માળની બિલ્ડિંગમાં ફસાયો, પછી જે થયું….

આ પણ વાંચો :અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવ પર લક્ઝરી બસમાં લાગી આગ, 35 મુસાફરોનો જીવ….