Rajkot News : રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફોની બેટિંગ શરૂ કરી છે. જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદવને પગલે રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવથઈ ગયા છે.જેમાં શહેરનો સાધુ વાસવાણી રોડ પાણીમાં ગરકાવ થયો છે.
તે સિવાય શહેરના પોપટપરા ગરનાળાની ખરાબ સ્થિતિ છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. ઉપરાંત સ્કુલેથી ઘેર જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા છે. રાજકોટના માધાપર ચોકડી પર વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે માધાપર ચોકડી પર ટ્રાફિક જામ થયો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેસ: ભરણપોષણની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ પણ વાંચોઃ જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચોઃ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું
