સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડાના આગમન પૂર્વે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાવાઝોડા પહેલા મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે. છે. અનેક જગ્‍યાએ ઝાપટાથી માંડીને નવ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

Top Stories Gujarat
Saurashtra Rain વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડાના આગમન પૂર્વે રાજકોટ Bipperjoy-Rain સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાવાઝોડા પહેલા મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે. છે. અનેક જગ્‍યાએ ઝાપટાથી માંડીને નવ ઇંચ વરસાદ વરસ્‍યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ જીલ્લાના મેંદરડામાં નવ ઇંચ વરસાદ પડયો છે. ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા અને વેરાવળમાં સાડા આઠ ઇંચ, માળીયાહાટીના કેશોદમાં આઠ ઇચ વરસાદ પડયો છે.

જયારે તાલાલા-વંથલીમાં છ ઇંચ, જુનાગઢ-માંગરોળમાં પાંચ ઇંચ, Bipperjoy-Rain ઉપલેટા-માણાવદરમાં સાડા પાંચ ઇંચ, ખંભાળીયા, ભાણવડ-જામજોધપુરમાં ચાર ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત પોરબંદર, રાણાવાવ, કુતીયાણા, વિસાવદર, કોડીનાર, ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ પડયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્‍યારે તંત્ર સાબદુ બન્‍યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્‍ટ્રમાં આજે વર્તાઇ હતી. તોફાની પવન સાથે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્‍યો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા અને ભાણવડમાં ચાર ઇંચ Bipperjoy-Rain વરસાદ પડયો છે. જયારે કલ્‍યાણપુરમાં અઢી ઇંચ અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. ગીર સોમનાથના વેરાવળ-સુત્રાપાડામાં સાડા આઠ ઇંચ, તાલાલામાં છ ઇંચ, ઉના-ગીરગઢડામાં બે ઇંચ, ઉનામાં અઢી ઇંચ વરસાદ પડયો છે. જ્યારે કેશોદમાં ગઈકાલે વાવાઝોડાની અસર સાથે સાડાપાંચ ઈંચ વરસાદ પડી જતાં પ્રથમ વરસાદથી જ શહેરની પાણીની સમસ્‍યા દૂર થયેલ છે.અને સવાર સુધીમાં કુલ આઠ ઇંચ વરસાદ પડયો છે.

કેશોદમાં ગઈકાલે વાતાવરણમાં એકા એકાએક પલટો આવતા Bipperjoy-Rain  બપોરે એક વાગ્‍યાની આસપાસ પવન સાથે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસવાનો શરૂ થતાં રાત્રે આઠ વાગ્‍યા સુધીમાં 137 મી.મી. એટલેકે સાડાપાંચ ઈંચ વરસાદ પડ્યો છે.  તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ સારો વરસાદ પડયો છે. વરસાદથી કોઈ નુકસાનીના અહેવાલ નથી. શહેરમાં અને ઉપરવાસના સારા વરસાદને લઈને શહેરની ઉતાવળીયા અને ટીલોળી નદી બે કાંઠે જોવા મળેલ હતી. સમયસરના વરસાદથી શહેરની પાણીની સમસ્‍યા દૂર થવાની સાથે જગતનો તાત પણ હરખની હેલી સાથે વાવણીની તૈયારીમાં લાગી ગયેલ છે.

જામનગરમાં 24 કલાકનો વરસાદ જોઇએ તો કાલાવડમાં ર૮ મીમી, જામજોધપુર પપ મીમી, જામનગર ૩૮ મીમી, જોડિયા ૩ મીમી, લાલપુર ર૧ મીમી વરસાદ નોંધાયો છે. જામનગરના દરિયા કિનારે નવ નંબરનું સિગ્નલ યથાવત છે. સાવરકુંડલા શહેર અને તાલુકામાં ગઈકાલ બપોર પછી બિપરજોય વાવાઝોડા ની અસર વર્તાતી હોય તેમ સાંજના ચાર વાગ્‍યા બાદ હળવા ભારે Bipperjoy-Rain ઝાપટાનો દોર ચાલુ થયો હતો અને અડધા અડધા કલાક ના અંતરે ૧૦- ૧૦ મિનિટના ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસી જતા હતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો જો કે પવન અને વરસાદે ગંભીર રૂપ ધારણ નહીં કરતા લોકો એ રાહતની લાગણી અનુભવી હતી મંગળવાર સવારે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે.

યાત્રાધામ વીરપુર પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો. યાત્રાધામ વીરપુરમાં બીપરજોય વાવાઝોડાની અસર થઇ છે. તેના લીધે વીરપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીરપુર સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ઉપલેટા કાલે બપોરના એક વાગ્‍યા થી ઉપલેટા શહેરમાં વરસાદ શરૂ થયો હતો જે સાંજના છ વાગ્‍યા સુધીમાં 37મી મી વરસાદ નોંધાયેલ છે જ્‍યારે તાલુકાના મોજ ડેમ ઉપર 25 મી.મી. વરસાદ પડેલ છે જ્‍યારે તાલુકાના વેણુ બે ડેમ ઉપર 32 મી મી વરસાદ પડેલ છે ગઈકાલે અહીંયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપલેટા મામલતદાર મહેશભાઈ ધનવાણી ની અધ્‍યક્ષ વાવાઝોડા અંગે મિટિંગ મળેલ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી તથા પીઆઈ તથા શહેરની સામાજિક સંસ્‍થા તથા આગેવાનો હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક

આ પણ વાંચોઃ સાવધાન ગુજરાત/ બિપરજોય 150ની ઝડપે લાવી રહ્યું છે ‘વિનાશ’, IMD એ આપી ચેતવણી

આ પણ વાંચોઃ બિપરજોય-પાટિલ/ બિપરજોય વાવાઝોડાનો સામનો કરવા ભાજપનું સંગઠન તૈયારઃ પાટિલ મેદાનમાં