Not Set/ મહેસાણા પાલિકામાં બળવાના એંધાણ, ટર્મ પૂરી થયા બાદ રાજીનામું ન આપતા કોંગ્રેસમાં ભડકો

પાલિકા પ્રમુખની સવા વર્ષની ટર્મ પૂરી ટર્મ પૂરી થયા બાદ રાજીનામું ન આપતા કોંગ્રેસમાં ભડકો અસંતોષ દૂર કરવા સવા-સવા વર્ષની હતી ફોર્મ્યુલા મહેસાણા ના નગરપાલિકા પ્રમુખ ની સવા વર્ષ ની ટર્મ પૂરી થવા છતા રાજીનામું નહી આપી રહ્યા નગરસેવકો કરી શકે છે નગરપાલિકા પ્રમુખ સામે  બળવો  થવાના એંધાણ કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનાં સભ્યોનો જૂથવાદ […]

Gujarat Others
rk 1 મહેસાણા પાલિકામાં બળવાના એંધાણ, ટર્મ પૂરી થયા બાદ રાજીનામું ન આપતા કોંગ્રેસમાં ભડકો
  • પાલિકા પ્રમુખની સવા વર્ષની ટર્મ પૂરી
  • ટર્મ પૂરી થયા બાદ રાજીનામું આપતા કોંગ્રેસમાં ભડકો
  • અસંતોષ દૂર કરવા સવા-સવા વર્ષની હતી ફોર્મ્યુલા
  • મહેસાણા ના નગરપાલિકા પ્રમુખ ની સવા વર્ષ ની ટર્મ પૂરી થવા છતા રાજીનામું નહી આપી રહ્યા
  • નગરસેવકો કરી શકે છે નગરપાલિકા પ્રમુખ સામે  બળવો  થવાના એંધાણ

કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનાં સભ્યોનો જૂથવાદ શમવાનું નામ લેતો નથી. થોડો સમય શાંત રહ્યા બાદ ફરી એક વખત ૧૧ સભ્યોના જૂથે વર્તમાન પાલિકા પ્રમુખ અંગે ઝડપી નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રૂબરૂ મળીને લેખિત માંગ કરતાં પાલિકામાં જૂથવાદ શરૂ થયો છે. નોંધનીય છે કે ૧૪-૬-૨૦૧૮ નાં રોજ યોજાયેલી પાલિકા પ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે અઢી વર્ષના સમયગાળા દરમિયાન સવા-સવા વર્ષની ફોર્મ્યુલા લાવીને પ્રમુખપદના દાવેદારોનો અસંતોષ દૂર કર્યો હતો. પરંતુ સવા વર્ષ પૂર્ણ થયાને સાડા ચાર માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પાલિકા પ્રમુખે રાજીનામુ નહી આપતાં ફરીથી પ્રમુખપદના દાવેદારોમાં સળવળાટ શરૂ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન