Not Set/ મહેસાણા એક જ રાતમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

મહેસાણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી . એક જ રાતમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.  નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ગયા છે. શહેરનું પ્રવેશ દ્વારા સમુ ગોપીનાળું પાણીમાં ગરકાવ થઇ જાત લોકોને ભારે હાલાકા વેઠવાનો વારો આવી રહ્યો છે. તો એસ. ટી. બસ ગોપીનાળામાં ફસાઇ જતા મુસાફરો પણ પરેશાન થઇ ગયા હતા. […]

Top Stories Gujarat Others
rain1 1 મહેસાણા એક જ રાતમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

મહેસાણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી . એક જ રાતમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.  નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ગયા છે. શહેરનું પ્રવેશ દ્વારા સમુ ગોપીનાળું પાણીમાં ગરકાવ થઇ જાત લોકોને ભારે હાલાકા વેઠવાનો વારો આવી રહ્યો છે. તો એસ. ટી. બસ ગોપીનાળામાં ફસાઇ જતા મુસાફરો પણ પરેશાન થઇ ગયા હતા.

msn મહેસાણા એક જ રાતમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

દીવાલ  ધરાસાઈ થતા આજુ-બાજુના વિસ્તારના પાણી ફ્લેટમાં ફરી વળ્યા

રાત્રીથી મેઘ મહેર અનેક વિસ્તારોમાં કહેર બનીને આવી સામે આવી રહી છે. મહેસાણા જીલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે  મોઢેરા રોડ પર આવેલા અસ્થા વિહાર ફ્લેટની દીવાલ ધરાસાઈ થઇ ગયી છે. દીવાલ  ધરાસાઈ થતા આજુ-બાજુના વિસ્તારના પાણી ફ્લેટમાં ફરી વળ્યા છે.  સાથે સાથે ગટરના પાણી પણ ફ્લેટમાં ઘુસી ગયા છે. ગંદા  ગટરવાળા પાણીની સાથે વરસાદી પાણી ફ્લેટમાં ફરી વળતા ફ્લેટના રહીશોમાં  ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.  ફ્લેટના રહીશોમાં ગંભીર રોગચાળાની દહેશત ફેલાઈ ગયી છે. શૈક્ષણિક સંકુલ માર્ગો પર ગંદકીથી ઉભરાયા છે.

rain6 મહેસાણા એક જ રાતમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
file photo

કલેક્ટરના રહેણાંક સામે વરસાદી પાણી સાથે કાદવકીચડ

મહેસાણાના અનેક રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે ત્યારે  મામલતદાર પ્રાંત કચેરી અને મ્યુ. ગ્રાઉન્ડમાં ઢિંચણસમા પાણી જોવામાં આવી રહ્યા છે. પાલિકા દ્વારા પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તો કલેક્ટરના રહેણાંક સામે વરસાદી પાણી સાથે કાદવકીચડ પણ જોવામા આવી રહ્યો હોવાથી તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.