Not Set/ # MeToo કેમ્પેઈન: અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પે પીડિતાઓ સાથે માંગ્યા યોગ્ય પુરાવા

વોશીંગ્ટન મી ટુ અભિયાને હાલ માત્ર ભારત જ નહિ પરંતુ દેશભરમાં વેગ પકડ્યો છે. આ કેમ્પેઈન દ્વારા નાના-મોટા દરેક લોકોના નામન અખુલસા થઇ રહ્યા છે. જાતીય સતામણી કે રેપનો ભોગ બનેલી પીડિતા દુનિયા સામે તેની સાથે થયેલા અત્યાચારોને ઉજાગર કરી રહી છે. Melania Trump wants the sexual assault survivors to present proof of their claimsRead […]

Top Stories World Trending Entertainment
melania # MeToo કેમ્પેઈન: અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પે પીડિતાઓ સાથે માંગ્યા યોગ્ય પુરાવા

વોશીંગ્ટન

મી ટુ અભિયાને હાલ માત્ર ભારત જ નહિ પરંતુ દેશભરમાં વેગ પકડ્યો છે. આ કેમ્પેઈન દ્વારા નાના-મોટા દરેક લોકોના નામન અખુલસા થઇ રહ્યા છે. જાતીય સતામણી કે રેપનો ભોગ બનેલી પીડિતા દુનિયા સામે તેની સાથે થયેલા અત્યાચારોને ઉજાગર કરી રહી છે.

તેવામાં હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અભિયાનની મજક ઉડાવી છે જયારે તેની પત્ની ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પે પણ આ અભિયાન વિશે કહ્યું કે મહિલાને ગવાહ સાથે આરોપ લગાવવો જોઈએ.

એક ઈન્ટરવ્યુંમાં મેલાનીયા ટ્રમ્પે કહ્યું છે કે જો તમે પીડિતા છો, જો તમારું શોષણ થયું છે તો તમારે આ વાતને સાબિત કરવા માટે યોગ્ય પુરાવો દેવો જોઈએ અને અમારે એ પુરાવાને જોવા જોઈએ.

ઈન્ટરવ્યું દરમ્યાન વધુમાં તેમણે કહ્યું કે હું આ કેમ્પેઈનમાં પીડિતાના સમર્થનમાં છુ પરંતુ આ મામલે પુરુષોને પણ સમર્થનની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈ મહિલા આરોપ લગાવે છે કે તેની સાથે કોઈ ઘટના બની હતી તો તે મીડિયા ઘણું ઉમેરીને બતાવતી હોય છે. તે કદાચ સાચું પણ હોઈ શકે કે ન પણ હોઈ શકે આથી જો તમે આરોપ લગાવો છો તો જરૂરી છે તમારા સાથે યોગ્ય પુરાવો હોય.

તમને જણાવી દઈએ કે આ અભિયાનની શરુઆત એક વર્ષ પહેલા થઇ હતી.