Not Set/ ના-પાકે ઘુસણખોરી કરાવવા માટે જમ્મૂ કાશ્મીર બોર્ડર પર શરુ કર્યું ફાયરીંગ

સામાન્યતા પાકિસ્તાન પાસે આશા પણ આવી જ હોય છે અને તે દર વખતે આવા ના-પાક કામ કરવા માટે ટેવાયેલું છે, ત્યારે ફરી સ્વતંત્રતા પર પાકિસ્તાનની ના-પાક હરકત સામે આવી રહી છે અને જમ્મૂ કાશ્મીર બોર્ડર પર પાકે ફરી ફાયરીંગ શરુ કર્યું છે.  પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા LOC પર ફાયરીંગ શરુ કર્યું છે. જો કે, ભારતનાં જાબાઝ […]

Top Stories India
army.PNG1 ના-પાકે ઘુસણખોરી કરાવવા માટે જમ્મૂ કાશ્મીર બોર્ડર પર શરુ કર્યું ફાયરીંગ

સામાન્યતા પાકિસ્તાન પાસે આશા પણ આવી જ હોય છે અને તે દર વખતે આવા ના-પાક કામ કરવા માટે ટેવાયેલું છે, ત્યારે ફરી સ્વતંત્રતા પર પાકિસ્તાનની ના-પાક હરકત સામે આવી રહી છે અને જમ્મૂ કાશ્મીર બોર્ડર પર પાકે ફરી ફાયરીંગ શરુ કર્યું છે.  પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા LOC પર ફાયરીંગ શરુ કર્યું છે. જો કે, ભારતનાં જાબાઝ જવાનો દ્વારા પાકને જડબાતોડ જવાબ આપવામા આવ્યા હતો.

army.PNG2 ના-પાકે ઘુસણખોરી કરાવવા માટે જમ્મૂ કાશ્મીર બોર્ડર પર શરુ કર્યું ફાયરીંગ

ઉત્તરીય સેનાનાં કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ, રણબીર સિંઘ દ્વારા આજે કુપવાડામાં સેના સાથે સ્વતંત્ર પર્વની ઉત્સહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લેફ. જનરલ સિંધે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરોને પ્રોત્સાહીત કરી ઘુસણખોરી કરાવવા માટે ભારે અર્ટીલરી ફાયરીંગ કરવામા આવી રહ્યું છે. અર્ટીલરી ફાયરીંગ કરી પાકિસ્તાન દ્વારા દબાણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી ઘૂસણખોરીના મદદગારી મળી શકે. પરંતુ ભારતીય સૈન્ય સંપૂર્ણ સજાગ છે અને અમે આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરવામાં સફળ રહ્યા છીએ અને રહેશું પણ.

army ના-પાકે ઘુસણખોરી કરાવવા માટે જમ્મૂ કાશ્મીર બોર્ડર પર શરુ કર્યું ફાયરીંગ

કાયમ માટે મોટી મોટી વતો અને દેવા કરવામાં હોશીયાર પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામા આવ્યો હતો કે, ભારત દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘનમાં પાકિસ્તાને ભારતનાં 5 જવાનોને ઠાર કરયા છે. જ્યારે ભારતે તુરંત આ દાવાનું ઉલ્લંઘન કરી પાક દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામા આવ્યું હતું અને તેમા પાકિસ્તાનનાં 3 જવાન માર્યા ગયા છે તેવી સ્પષ્ટા કરી છે.

army.PNG3 ના-પાકે ઘુસણખોરી કરાવવા માટે જમ્મૂ કાશ્મીર બોર્ડર પર શરુ કર્યું ફાયરીંગ

આપને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા પણ ભારતનાં જાબાઝોએ પાકિસ્તાની સેનાનાં સૈનીકોને ઠાર માર્યા હતા અને પાકિસ્તાનને પોતાનાં સૈનીકોનાં મૃત દેહ લઇ જવા પણ અનેકવાર જણાવવામા આવ્યું હતું છતા પણ પાકિસ્તાન પોતાનાં સેનીકોનાં મૃતદેહ લેવા માટે પણ આવ્યું ન હતું(આવે તો પાકનાં ના-પાક ઇરાદા સામે આવી જાય) અંતે ભારતીય સેના દ્વારા પાકનાં સૈનીકોનાં અંતિમ સંસ્કાર પૂરા આદર સાથે કરવામા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.