Not Set/ કેન્દ્ર સરકારે કોરોના સામે જંગ લડવા 14 રાજ્યોને જારી કર્યા 6,195 કરોડ

  દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રસી બને તે પહેલા તેને અટકાવવું જ એકમાત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય કરો વહેંચ્યા પછી મહેસૂલ ખાધ ગ્રાન્ટનાં માસિક હપ્તા હેઠળ 14 રાજ્યોને 6,195 કરોડ રૂપિયા મંગળવારે બહાર પાડ્યા છે. આ નાણાંનો ઉપયોગ કોરોનાથી યુદ્ધ સામે થશે. નાણાંમંત્રી નિર્મલા સીતારામણનાં કાર્યાલયે ટ્વિટર પર લખ્યું […]

India
3f84f49fe3af9999de5578db578b6594 કેન્દ્ર સરકારે કોરોના સામે જંગ લડવા 14 રાજ્યોને જારી કર્યા 6,195 કરોડ
3f84f49fe3af9999de5578db578b6594 કેન્દ્ર સરકારે કોરોના સામે જંગ લડવા 14 રાજ્યોને જારી કર્યા 6,195 કરોડ 

દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રસી બને તે પહેલા તેને અટકાવવું જ એકમાત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય કરો વહેંચ્યા પછી મહેસૂલ ખાધ ગ્રાન્ટનાં માસિક હપ્તા હેઠળ 14 રાજ્યોને 6,195 કરોડ રૂપિયા મંગળવારે બહાર પાડ્યા છે. આ નાણાંનો ઉપયોગ કોરોનાથી યુદ્ધ સામે થશે. નાણાંમંત્રી નિર્મલા સીતારામણનાં કાર્યાલયે ટ્વિટર પર લખ્યું કે, સરકારે 11 ઓગસ્ટ, 2020 નાં રોજ 14 રાજ્યોને 6,195.08 કરોડ રૂપિયા જારી કર્યા છે. 15 માં નાણાં પંચની ભલામણો અનુસાર કેન્દ્રીય કરમાં વહેંચણી પછી મહેસૂલ ખાધ ગ્રાન્ટ હેઠળ આ પાંચમો હપ્તો છે.

આ રાજ્યોને કોરોના વાયરસ સંકટ દરમિયાન વધારાનાં સંસાધનો મળશે. નાણાં પંચે રાજ્યોને કોઈપણ પ્રકારનાં મહેસૂલ નુકસાનની ભરપાઇ કરવાની વ્યવસ્થા કરી છે. આને કેન્દ્રીય કરમાં વહેંચણી પછી મહેસૂલ ખાધ ગ્રાન્ટ કહે છે. જે 14 રાજ્યોને અનુદાન આપવામાં આવ્યું છે, તેમા આંદ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તમિળનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન સમાન રકમ બહાર પાડવામાં આવી હતી.

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 60 હજારથી વધુ નવા કેસો આવ્યા બાદ દર્દીઓની કુલ સંખ્યા 23 લાખને વટાવી ગઈ છે. 24 કલાકમાં, કોરોનાથી 834 લોકોનાં મોત નીપજ્યાં, ત્યારબાદ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને પાર કરી ગયો છે. ભારતમાં કોરોના ચેપની કુલ સંખ્યા 23,29,638 પર પહોંચી ગઈ છે. વળી, 16,39,599 દર્દીઓ સ્વસ્થ થયા છે અને ઘરે પહોંચ્યા છે. ચેપનાં કિસ્સામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે જ્યાં 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની કુલ સંખ્યા 5 લાખ 24 હજારને વટાવી ગઈ છે. વળી તમિળનાડુમાં દર્દીઓની સંખ્યા 3 લાખથી વધી ગઈ છે. આંધ્રપ્રદેશમાં કરોનાની ઝડપ ભયાનક છે અને આ આંકડો 2 લાખ 35 હજારને વટાવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.