હવામાન વિભાગ/ રાજયમાં આગામી ચાર દિવસ કાતિલ ઠંડી પડશે ,ઠંડા પવનથી ગુજરાતમાં યલો એલર્ટ અપાયું

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી કેટલો નીચે ઉતરી ગયો છે અને તેના કારણે કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે

Top Stories Gujarat
Untitled 76 16 રાજયમાં આગામી ચાર દિવસ કાતિલ ઠંડી પડશે ,ઠંડા પવનથી ગુજરાતમાં યલો એલર્ટ અપાયું

રાજયમાં  છેલ્લા  2 દિવસથી ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે  . ત્યારે  હજુ પણ આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે. જ્યારે ઠંડા પવનની સૌથી વધુ અસર ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં રહેશે.

માવઠાનો માહોલ વિખેરાતાની સાથે જ ઠંડીનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી કેટલો નીચે ઉતરી ગયો છે અને તેના કારણે કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ આ મુજબ ઠંડીનું મોજું ફરી વળશે.

આ પણ વાંચો:કોરોના સંક્રમિત / NCP ચીફ શરદ પવાર થયા કોરોના સંક્રમિત, સો. મીડિયા દ્વારા આપી માહિતી

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે બાળકો, પ્રેગ્નન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે.

સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગિરનાર પર્વત પર 3.2 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી રહેવા પામ્યું છે. વડોદરામાં ૮.૪ ડીસામાં 8, જૂનાગઢમાં 8.2, ભવનાથ તળેટીમાં ૬.૨ અને રાજકોટમાં ૯.૭ ડિગ્રી આજે લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો:સાવધાન! / WHO ની ચેતવણી- ઓમિક્રોનને હળવો ન સમજો, વેરિઅન્ટથી આ લોકોને છે મોતનો ખતરો