Diwali Festival: અરવલ્લીમાં દિવાળીનો ઐતિહાસિક વારસો આજે પણ સચવાયેલો છે. જેમાં આજે (31 ઓક્ટોબર) દિવાળીની રાત્રે શામપુર ગામની ઉંચી ડુંગર પર 13 ફૂટ ઉંચી અને 7 ફૂટની ઘેરાવો ધરાવતું મેરાયું પ્રગટાવીને દર વર્ષની જેમ રોશની પર્વની ઉજવણી કરવામાં આવશે. ગ્રામજનોના મતે આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવે છે.
અગાઉના વર્ષોમાં દિવાળીના દિવસે બાળકો ઘરે-ઘરે તેલ ભરવા નીકળતા અને હાથમાં મેરાયું લઈને ‘આજ દિવાળી, કાલ દિવાળી ગોકુળિયામાં થાય દિવાળી’ બોલતાં બોલતાં ઘરે ઘરે તેલ પૂરવા માટે નિકળતાં હતાં.. પરંતુ હવે મેરાયું પ્રગટાવવાની પરંપરાનો અંત આવી રહ્યો છે. ત્યારે અરવલ્લીના શામપુર ગામે દિવાળીની રાત્રે ડુંગર પર રાજ્યની સૌથી મોટી અને ઐતિહાસિક મેરાયું પ્રગટાવવાની પરંપરા જાળવી રાખી છે.
આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવે છે. ઊંચી ટેકરી ઈંટ અને ચૂનાથી બનેલી છે. દિવાળીની રાત્રે ગામલોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓ ધીમે ધીમે ટેકરી ઉપર જઈને પરંપરા મુજબ મેરાયું પ્રગટાવે છે.
આ પણ વાંચો:વ્હાઇટ હાઉસમાં ‘ઓમ જય જગદીશ હરે’ ગૂંજ્યું, દિવાળી પર વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:સ્ટ્રેટનર વિના દિવાળીમાં કેવી રીતે કરશો વાળ સીધા, દેખાશો ખૂબ જ સુંદર
