Not Set/ મન કી બાત/ પીએમ મોદીનો સંદેશ, – દિવાળી પર મહિલા શક્તિનું સન્માન કરો

પીએમ મોદીએ કહ્યું કે આજકાલ દિવાળી વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે,  આમાં માત્ર ભારતીય સમુદાય જ નહિ પરંતુ, હવે ઘણા દેશોની સરકારો અને તેના નાગરિકો દિવાળી ધૂમ ધામ થી ઉજવે છે. પીએમે કહ્યું કે ફેસ્ટીવલ ટુરીઝમ નું પોતાનું જ આગવું મહત્વ છે. મનની વાતમાં, પીએમ મોદીએ રામ જન્મભૂમિ અંગેના […]

Top Stories India
મોદી મન કી બાત/ પીએમ મોદીનો સંદેશ, - દિવાળી પર મહિલા શક્તિનું સન્માન કરો

પીએમ મોદીએ કહ્યું કે આજકાલ દિવાળી વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે,  આમાં માત્ર ભારતીય સમુદાય જ નહિ પરંતુ, હવે ઘણા દેશોની સરકારો અને તેના નાગરિકો દિવાળી ધૂમ ધામ થી ઉજવે છે. પીએમે કહ્યું કે ફેસ્ટીવલ ટુરીઝમ નું પોતાનું જ આગવું મહત્વ છે.

  • મનની વાતમાં, પીએમ મોદીએ રામ જન્મભૂમિ અંગેના નિર્ણયનો ઉલ્લેખ કર્યો,
  • 2010 ના નિર્ણય દ્વારા પીએમ મોદીએ એકતાનો સંદેશ આપ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને સૌ પ્રથમ દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે ગુરુ નાનકના જીવન ઉપર પણ પ્રકાશ પાડ્યો. પીએમ મોદીએ આ પ્રકાશના તહેવાર અંગે સકારાત્મકતા અપનાવવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આજે વિશ્વના ઘણા દેશો દિવાળીની ઉજવણી કરે છે. આ ઉપરાંત પીએમ મોદીએ રામ જન્મભૂમિ અંગે 2010 ના નિર્ણયને યાદ કરીને એકતાનો સંદેશ પણ આપ્યો હતો.

મોદીએ રામ જન્મભૂમિ પર આ નિવેદન આપ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અયોધ્યા કેસ અંગે 2010 માં હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણો સમાજ દેશની એકતા અને સુમેળ માટે હંમેશા જાગૃત છે. જ્યારે રામ મંદિર કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવવાનો હતો, ત્યારે દેશમાં કેટલાક નિવેદનો આપ્યા હતા,  લોકોએ શું શું કહ્યું અને કેવા વાતાવરણનું નિર્માણ થયું. આ બધું પાંચ-દસ દિવસ ચાલ્યું. પરંતુ આ નિર્ણય આવતાની સાથે જ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, તમામ સંપ્રદાયોના લોકો, સંતો અને નાગરિક સમાજના લોકોએ ખૂબ સંતુલિત નિવેદન આપ્યું હતું. ન્યાય અદાલતનું સમ્માન સન્માન કર્યું. આપણે દેશની તાકાતમાં ધ્યાન આપવું જોઈએ.

સરદાર પટેલને પણ યાદ કર્યા

પીએમ મોદીએ કહ્યું કે 31 ઓક્ટોબરે રન ફોર યુનિટીનું આયોજન દર વખતની જેમ કરવામાં આવી રહ્યું છે, જેમાં સમાજના દરેક વર્ગ અને દરેક વર્ગના લોકો સામેલ થશે. ‘રન ફોર યુનિટી’ સૂચવે છે કે આ દેશ એક છે. એક દિશામાં આગળ વધવું અને એક લક્ષ્ય હાંસલ કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.