Gandhinagar News/ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગ જરતી આગાહી, આજથી 12 માર્ચ દરમિયાન વધશે ગરમીનો પારો

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. કચ્છ અને ઉત્તર-પૂર્વીય ગુજરાતના ભાગોના હવામાનમાં પલટો આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આજથી 12 માર્ચ સુધી રાજ્યમાં ગરમીનો પારો વધશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગોમાં તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.

જો કે, હોળીના તહેવારની આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 19 માર્ચ સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ અને આંધી વંટોળની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.

ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલાશે. 12 માર્ચથી 18 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો અને સામાન્ય લોકોને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે મદદરૂપ થશે.

@ UJJVAL VYAS


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે! ગરમીથી આંશિક રાહત

આ પણ વાંચો: રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત,સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનનું અલર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન