Not Set/ શહેરમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ, જનતાને મળશે રાહત

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. વળી રાજ્યમાં સૌથી સંક્રમિત શહેર અમદાવાદ બન્યુ છે. અહી રોજ કેસમાં વધારો થતા તંત્ર દોડતુ થયુ છે.

Top Stories Ahmedabad Gujarat
ગરમી 145 શહેરમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ, જનતાને મળશે રાહત
  • અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ
  • સવારે 9 થી 7 વાગ્યા સુધી દોડશે ટ્રેન
  • શહેરમાં AMRS-BRTS બસ સેવા છે બંધ
  • બસ બંધ હોવાથી નોકરિયાતોને ભારે હાલાકી
  • ટ્રેન શરૂ થતાં લોકોને મળશે થોડી રાહત
  • વસ્ત્રાલથી એપરેલ સ્ટેશન સુધી દોડશે મેટ્રો

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. વળી રાજ્યમાં સૌથી સંક્રમિત શહેર અમદાવાદ બન્યુ છે. અહી રોજ કેસમાં વધારો થતા તંત્ર દોડતુ થયુ છે. આજ કારણ છે કે, તંત્ર દ્વારા શહેરમાં દોડતી AMTS-BRTS બસ સેવાઓને બંધ કરી દેવામા આવી છે. જો કે આ બસો બંધ હોવાથી નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ થઇ ગઇ છે.

અમાનવીય / કંપનીઓએ કાંચિડાની જેમ રંગ બદલ્યો, લોકડાઉન વખતે ફ્લાઈટમાં બોલાવાયેલા મજૂરોના પગારમાંથી હપ્તા કરી વસુલાત

અમદાવાદમાં આજે સવારે 9 થી સાંજનાં 7 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા આપશે. જણાવી દઇએ કે, વસ્ત્રાલથી એપરેલ સ્ટેશન સુધી આ મેટ્રો ટ્રેન દોડશે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કોરોનાનાં કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. તંત્રએ આ વાયરસને રોકવા માટે ઘણા કડક પગલા પણ ભર્યા છે. વાયરસને કંટ્રોલ કરી શકાય તે માટે શહેરનાં બાગ-બગીચાને બંધ કરી દેેવામા આવ્યા છે. જો કે શહેરમાં આ ઉપરાંત બસોની સેવાને બંધ કરવામા આવી રહી હોવાથી  નોકરીયાત વર્ગોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેનો ફાયદો ઘણા રિક્ષા ડ્રાઇવરોએ ઉઠાવવાનું શરૂ કરી દીધુ હતુ, તેમના દ્વારા બેફામ ભાડા વસૂલવામાં આવી રહ્યા હતા. જો કે આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાથી શહેરીજનોને રાહત રહેશે.

કોરોના કહેર / દિલ્હીમાં પરિસ્થિતી ચિંતાજનક, 24 કલાકમાં 1254 નવા કેસ નોંધાયા, 105 નવા કન્ટેન્મેન્ટ ઝોન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પૂર્વે રોજ 500 થી નીચે કોરોનાનાં કેસ સામે આવતા હતા. જે ચિત્ર હવે બદલાઇ ગયુ છે અને હવે અમદાવાદ શહેરમાં જ 500 નો આંક જોવા મળી રહ્યો છે. જે સરકાર અને તંત્ર એક ચિંતાનો વિષય બની ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ