Not Set/ MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક

  ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 20 મી મેચ મંગળવારે અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે મુંબઇ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું અને લીગમાં વિજયની હેટ્રિક બનાવી હતી. રાજસ્થાન સામે રમાયેલી આ મેચમાં મુંબઇની ટીમે 57 રને જીત મેળવી હતી. વળી […]

Uncategorized
d35c288830bea000c317f2ccde7f5e67 MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક
 

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 20 મી મેચ મંગળવારે અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે મુંબઇ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું અને લીગમાં વિજયની હેટ્રિક બનાવી હતી. રાજસ્થાન સામે રમાયેલી આ મેચમાં મુંબઇની ટીમે 57 રને જીત મેળવી હતી. વળી રાજસ્થાન રોયલ્સની ટીમે પરાજયની હેટ્રીક લગાવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 193 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ફક્ત 136 રન જ બનાવી શકી હતી અને 18.1 ઓવરમાં તેણે તેની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. આ સતત ત્રીજી મેચ છે જેમાં રાજસ્થાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે આ પાછળ તેનો ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ થતો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રાજસ્થાન રોયલ્સની વિરૂદ્ધ 5 વર્ષ 5 મહિના અને 5 દિવસ પછી જીત મેળવી હતી અને તેની જીતમાં તેમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.