Sports/ આ દિગ્ગજ ખેલાડીએ હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવાની કરી માંગ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન પણ પંડ્યાની કેપ્ટનશિપથી પ્રભાવિત છે. વોને આગામી સમયમાં હાર્દિકને કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે.

Top Stories Sports
Untitled 24 5 આ દિગ્ગજ ખેલાડીએ હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવાની કરી માંગ

IPL 2022માં ગુજરાત ટાઇટન્સની જીતનો હીરો હાર્દિક પંડ્યા હતો. કેપ્ટનશિપની સાથે હાર્દિકે બેટ અને બોલથી પોતાની ચમક ફેલાવી હતી. ફાઈનલ મેચમાં હાર્દિકનું ફોર્મ ચરમસીમાએ હતું. ફાઇનલમાં હાર્દિકે પહેલા ત્રણ મહત્વની વિકેટ લીધી અને પછી 30 બોલમાં 34 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ટીમને પ્રથમ IPL ટાઇટલ જીતાડવામાં મદદ કરી.

હાર્દિક પંડ્યાની શાનદાર કેપ્ટનશિપના દરેક લોકો ચાહક બની ગયા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન પણ પંડ્યાની કેપ્ટનશિપથી પ્રભાવિત છે. વોને આગામી સમયમાં હાર્દિકને કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે. વોને ટ્વીટ કર્યું, “નવી ફ્રેન્ચાઇઝી દ્વારા અદ્ભુત સિદ્ધિ. જો ભારતને બે વર્ષમાં કેપ્ટન પસંદ કરવાની જરૂર પડશે તો તે હાર્દિક પંડ્યાને સપોર્ટ કરશે.

 

હાર્દિકે IPL 2022માં 15 મેચોમાં 44.27ની એવરેજથી 487 રન બનાવ્યા હતા, જેમાં ચાર અડધી સદી સામેલ હતી. હાર્દિક આ સિઝનમાં ગુજરાત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. હાર્દિકે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 27.75ની એવરેજથી કુલ આઠ વિકેટ લીધી. સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે પણ હાર્દિકને ટીમમાં જગ્યા મળી છે.

ગુજરાત ટાઇટન્સનો રોડ શો યોજાયો હતો

બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ IPL ટ્રોફી જીતની ઉજવણી ખાસ રીતે કરી છે. ટીમના ખેલાડીઓએ અમદાવાદમાં રોડ શો કરીને તેમના ચાહકો અને સમર્થનનો આભાર માન્યો હતો. આ રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી શરૂ થઈને વિશ્વકુંજ રિવરફ્રન્ટ ખાતે સમાપ્ત થયો હતો.

 

માઈકલ વોનની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર પોતાની કોમેન્ટ્સ દ્વારા હેડલાઈન્સમાં રહે છે. આ જમણા હાથના ઈંગ્લિશ બેટ્સમેને 86 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી પરંતુ તે ક્યારેય સદીના આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. વોને ODI ક્રિકેટમાં 27.15ની એવરેજથી 1982 રન બનાવ્યા હતા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 90 રન હતો. માઈકલ વોનનો ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ પ્રભાવશાળી રેકોર્ડ છે, જ્યાં તેણે 147 ઇનિંગ્સમાં 41.44ની એવરેજથી 5719 રન બનાવ્યા હતા. વોને ટેસ્ટ મેચોમાં 18 સદી ફટકારી હતી.લાઈવ ટીવી