Not Set/ મિલિંદ સોમને ગુજરાતમાં માણી છકડાની સવારીની મજા, પત્ની સાથે શેર કરી તસ્વીર

મિલિંદ સોમને અંકિતા કોંવર સાથે બીચ પર છકડા પર સવારી કરતી પોતાની તસવીર શેર કરી. આ તસવીરોમાં મિલિંદ અને અંકિતા સંપૂર્ણ મસ્તીના મૂડમાં જોવા…

Entertainment
મિલિંદ સોમને

મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતા કોંવર આ દિવસોમાં ગુજરાતમાં છે. મિલિંદ સોમને અંકિતા કોંવર સાથે બીચ પર છકડા પર સવારી કરતી પોતાની તસવીર શેર કરી. આ તસવીરોમાં મિલિંદ અને અંકિતા સંપૂર્ણ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. મિલિંદ અને અંકિતા મુસાફરીના ખૂબ શોખીન છે અને ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા

આપને જણાવી દઈએ કે, ગુજરાતના માધપુરના દરિયાકિનારે મિલિંદ સોમને અંકિતા સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં પોઝ આપતી તસવીરો શેર કરી છે. જેમાં મિલિંદે સફેડ કેડિયુ, પાયજામો અને પાઘડી પહેરી છે, જ્યારે અંકિતા ચણિયા ચોળી તેમજ પરંપરાગત જ્વેલરીમાં સુંદર લાગી રહી છે.

https://www.instagram.com/reel/CUfAHYuIQwx/?utm_source=ig_web_copy_link

તસવીર શેર કરતાં મિલિંદ સોમાને લખ્યું, ‘ગુજરાત ટૂરિઝમની સાથે  ગુજરાતમાં અમારી યાત્રા ચાલુ રાખવી રહ્યો છું. આ માધવપુરનો સુંદર બીચ છે. પ્રથમ વખત છકડો ચલાવ્યો અને અંકિતા સાથે સૂર્યાસ્ત જોયું. મિલિંદે તેના ચાહકોને આગામી સ્ટોપનો અનુમાન લગાવવા પણ કહ્યું. શેર કરેલી બીજી તસવીરમાં, દંપતી હાથ પકડીને જોવા મળી રહ્યા છે. જ્યારે સૂર્ય બેકગ્રાઉન્ડમાં ડૂબી રહ્યો છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી,…..

અંકિતાએ પણ ત્યાંની સ્થાનિક મહિલા સાથેની તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘અને તે પરંપરાગત કપડા પહેરવાનો સમય હતો. તૈયાર થઈ અને દરિયાકિનારે ભારે પવન તેમજ વરસાદનો અનુભવ કર્યો. પ્રામાણિકતાથી કહુ તો મારા માટે ફરવું પણ મુશ્કેલ હતું. જે મહિલાઓ નિયમિત આ કપડા પહેરે છે તેનાથી હું પ્રભાવિત થઈ ગઈ. તસવીરમાં મારી સાથે જોવા મળેલી મહિલાએ મને આ આઉટફિટ વીંટવામાં મદદ કરી હતી. અમે અલગ-અલગ ભાષામાં વાત કરતા હોવા છતાં સારો સંવાદ થયો હતો’.

મિલિંદ સોમણે દેવભૂમિ દ્વારકામાં આવેલા શિવરાજપુર દરિયાકિનારે પેરાગ્લાઈડિંગની મજા લીધી હતી. તેણે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં શિવરાજપુરનો દરિયો સુંદર લાગી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘શિવરાજપુર દરિયાકિનારેથી 2 હજાર ફૂટ ઉપર…આ એક અલગ દુનિયા છે. પહેલીવાર પેરાગ્લાઈડિંગ કર્યું, ખૂબ મજા આવી’.

આ પણ વાંચો : ખરાબ પુત્રવધૂના ટેગ પર ભડકી કાશ્મીરા શાહ, ટ્વિટ કરી કહ્યું ચેકમેટ

આ પણ વાંચો :ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ લઈને આવ્યું છે અનોખો કોન્સેપ્ટ, કલાકારોને મળશે પ્લેટફોર્મ