એક મોટા સમાચાર કાશ્મીરથી આવી રહ્યા છે, જ્યાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર નગરોટા ખાતે સીઆરપીએફ ચોકી નજીક આજે સવારે 6 વાગ્યે શરૂ થયેલી ફાયરિંગમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કરી દીધો હતો, જ્યારે 3 આતંકીઓને ઘેરી લીધા હતા, તાજેતરમાં સામે આવ્યુ છે આ ફાયરિંગમાં ત્રણ આતંકીઓ હવે ઠાર થઇ ગયા છે. જોકે સીઆરપીએફનાં આ ફાયરિંગમાં એક જવાન પણ ઘાયલ થયો છે.
#UPDATE Two explosions heard near Bann toll plaza on Jammu-Srinagar highway where the encounter between terrorists and security forces is underway. One policeman injured, one terrorist killed in the encounter (deferred visuals) pic.twitter.com/I7fwofQphL
— ANI (@ANI) January 31, 2020
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, પોલીસે જમ્મુ-શ્રીનગર હાઇવે પરના બન્ન ટોલ પ્લાઝા પર શ્રીનગર જઇ રહેલી એક ટ્રકને અટકાવી હતી, ત્યારે ટ્રકમાં છુપાયેલા આતંકીઓ તરફથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવી, આતંકીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ શરૂ થયા બાદ સુરક્ષાદળોએ પણ તેનો તુરંત જવાબ આપ્યો, એન્કાઉન્ટર હજી પણ ચાલી રહ્યુ છે.
J&K Police: Police intercepted a Srinagar bound truck at Bann toll plaza on Jammu-Srinagar highway. Truck bound terrorists fired on police triggering an encounter. One policeman injured, one terrorist killed. (deferred visuals) pic.twitter.com/TYVDWACGi8
— ANI (@ANI) January 31, 2020
આ સમય દરમિયાન બન્ન ટોલ પ્લાઝા નજીક પણ બે જબરદસ્ત વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. હજુ સુધી આતંકીઓની કુલ સંખ્યા જાણી શકાઇ નથી, સુરક્ષા દળોનાં જણાવ્યા મુજબ, આતંકીઓ ટોલ પ્લાઝાની બાજુમાં આવેલા જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
